)
Roti for Diabetes Patients: ડાયાબિટીસ આજે જીવનશૈલીના સૌથી સામાન્ય રોગોમાંનો એક બની ગયો છે. જ્યારે સુગરનું સ્તર વધે છે, ત્યારે શરીર માત્ર થાકેલું અને નબળું જ નથી લાગતું, પરંતુ લાંબા ગાળે તે કિડની, હૃદય અને આંખો પર પણ ખરાબ અસર કરી શકે છે. ડોક્ટરો હંમેશા સલાહ આપે છે કે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડૉ. માધવ ધર્મે કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય. આવા ખોરાક ધીમે ધીમે બ્લડ સુગર વધારે છે અને લાંબા સમય સુધી શરીરને ઉર્જા પૂરી પાડે છે. તેમણે જણાવ્યું કે મલ્ટિગ્રેન લોટમાંથી બનેલી રોટલી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસમાં કઈ રોટલી સારી?
જુવારની રોટલી- તેમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ચણાના લોટની રોટલી- ચણાનો લોટ સુગરને ધીમે-ધીમે રિલીઝ કરે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે.
મલ્ટીગ્રેન રોટલી- ઘઉં, જુવાર, બાજરો અને રાગી મિક્સ કરી બનેલી રોટલી શરીરને ભરપૂર પોષણ આપવાની સાથે-સાથે બ્લડ સુગરને પણ સંતુલિત રાખે છે.
ડાયટમાં કઈ રીતે કરશો સામેલ?
દિવસમાં ઓછામાં ઓછા 2 વખત જુવાર કે મલ્ટીગ્રેન રોટલીનું સેવન કરો.
રોટલીને વધુ તેલ-ઘીમાં શેકવાની જગ્યાએ હળવી રીતે બનાવો.
રોટલીની સાથે લીલા શાકભાજી, દાળ અને સલાડ જરૂર ખીવો જેથી પોષણ પૂરુ થઈ શકે.
ચોખા અને મેદા જેવી હાઈ ગ્લાઇસેમિક ઈન્ડેક્સવાળી વસ્તુનું સીમિત સેવન કરો.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અન્ય ટિપ્સ
દરરોજ 30 મિનિટની વોક કે હળવી કસરત કરો
વધુ મીઠા અને પેકેજ્ડ ફૂડથી દૂર રહો.
પૂરતી માત્રામાં પાણી પીવો અને ઊંઘ લો
બ્લડ સુગર લેવલનું સમય-સમય પર મોનિટર કરો.
ડાયાબિટીસને કંટ્રોલ કરવી મુશ્કેલ નથી, બસ તમારે ડાયટ અને લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું પડશે. જુવાર, ચણા અને મલ્ટીગ્રેન લોટની રોટલી બ્લદ સુગરને તત્કાલ કંટ્રોલ કરવામાં અસરકારક છે. જો તમે દરરોજ ઘઉંની સાધારણ રોટલીની જગ્યાએ આ હેલ્ધી વિકલ્પ અપનાવો છો તો તમારૂ સુગર સારી રીતે કંટ્રોલ થશે અને તમે સ્વસ્થ જીવન જીવી શકશો.
ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.