ગુજરાતી ન્યૂઝHealthવારંવાર બગાસું આવવું ઊંઘ કે આળસ નહિ પરંતુ આ ગંભીર બીમારીઓનો સંકેત આપે છે...

વારંવાર બગાસું આવવું ઊંઘ કે આળસ નહિ પરંતુ આ ગંભીર બીમારીઓનો સંકેત આપે છે...

ઘણીવાર આપણને સતત બગાસું આવ્યા કરે છે. આપણે તેને આળસ કે ઊંઘ સમજીને અવગણી કાઢીએ છીએ. આ સામાન્ય કારણો છે પણ જો હદ કરતા બગાસું આવવાની ક્રિયા વધી જાય તો તે ગંભીરતાથી લેવું કેમકે તે અસામાન્ય બાબત અનેક જાતનાં રોગને નિમંત્રણ આપે છે. 

વારંવાર બગાસું આવવું ઊંઘ કે આળસ નહિ પરંતુ આ ગંભીર બીમારીઓનો સંકેત આપે છે...

Yawning: સામાન્ય રીતે લોકોને વારંવાર બગાસું આવે તો તેનું કારણ થકાન હશે તેમ લાગતું હોય છે પણ જો વધારે વખત આ પ્રક્રિયા જોવા મળે તો તે સ્વાસ્થ્ય માટે ચિંતાજનક બાબત છે. વધુ બગાસાનું કનેક્શન બીમારીઓ સાથે છે. હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. એટલે હવે એ જાણવું જરુરી બને છે કે આપણને કેટલી વાર સુધી બગાસા આવતા રહે છે અને તે આરોગ્ય સંબંધિત કાળજી અંગે કેટલું યોગ્ય છે. 

સ્લીપ ફાઉન્ડેશના રીપોર્ટ મુજબ, અમુક લોકો એક દિવસમાં 10 વાર બગાસું ખાતાં હોય છે, જ્યારે અમુક લોકો 100 વાર. તેવામાં સવાલ થાય કે દિવસના કેટલા બગાસા સામાન્ય હોય છે. હેલ્થ વેબસાઈટ પર આપેલ માહિતી મુજબ, 5 મિનિટની અંદર 3-4 વાર બગાસું આવી શકે છે. જેને સામાન્ય કહી શકાય. પણ જો આ આંકડો વધે છે તો તે ગંભીર બીમારીનો સંકેત હોય શકે છે. જોકે બગાસું આવવું સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે પણ જો તે અસામાન્ય રુપે થવા લાગે તો વ્યક્તિએ સચેત રહેવું જોઈએ. તો કંઈ રીતે ખબર પડશે કે બગાસું વધારે કેમ આવે છે. 

Add Zee News as a Preferred Source

બગાસું આવવાના કારણો
ઊંઘ પૂરી ન થાય અથવા શરીરમાં ઓક્સિજનનો ઘટાડો થાય તો બગાસું આવે છે. જો કોઈ દવા લીધેલ હોય તો તેમાં રહેલ અમુક પ્રકારના તત્વોને કારણે પણ બગાસું આવી શકે છે. આ ઉપરાંત આપણે જ્યારે થાક કે કંટાળો અનુભવતાં હોય ત્યારે બગાસા આવે છે. આ દરેક બગાસું આવવાના સામાન્ય કારણો છે. જો તેમાંથી કોઈ કારણોસર બગાસું આવે છે તો તકલીફ નથી પરંતુ જો આ સિવાયનું કંઈ અસામાન્ય લાગે છે તો તાત્કાલિક એક્સપર્ટની સલાહ લેવી. 

બગાસાનો બીમારી સાથે કેવી રીતે સંબંધ છે?

હ્રદયરોગનો ખતરો
સોપ્રથમ તો વધુ બગાસું આવવું તે હ્રદય માટે ખતરારુપ છે. વારેવારે બગાસા આવવા હાર્ટ એટેકનો પણ સંકેત કરે છે. 

અસંતુલિત સુગર લેવલ
બગાસું આવવું હાઈપોગ્લાઈસીમિયાની શરુઆત કહેવાય છે. જો તમને વધુ પડતાં બગાસા આવે છે તો તુરંત સુગર લેવલ ચેક કરવું. 

ઊંઘને લગતી બીમારીઓ
આપણે જાણીએ છીએ કે વધુ થાક અને ઓછી નિંદ્રાને કારણે બગાસા આવતા હોય છે પણ જો લગભગ રોજ ઓછી ઊંઘ થતી હોય અને થાકનો જ અનુભવ થતો હોય તો તમે સ્લીપ એપનિયાનો શિકાર પણ હોય શકો છો. આ સિવાય ઈંસોમનિયા (અનિદ્રા), નાર્કોલેપ્સી જેવી નીંદરને લગતી બીમારી હોય છે. 

ડિસ્ક્લેમર: આપેલ જાણકારી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. સારવારની સલાહ માટે વિશેષજ્ઞનો સંપર્ક કરવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news