Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલનો સફાયો કરી નાખશે આ પેસ્ટ, રોજ સવારે 1 ચમચી હુંફાળા પાણી સાથે ખાવી

Bad Cholesterol: આપણા ઘરમાં એવા કેટલાક મસાલા હોય છે જે હાર્ટ હેલ્થ સુધારી શકે છે. આવી જ વસ્તુઓમાંથી ખાસ પેસ્ટ બનાવી રોજ ખાવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલનો સફાયો કરી શકાય છે.
 

Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલનો સફાયો કરી નાખશે આ પેસ્ટ, રોજ સવારે 1 ચમચી હુંફાળા પાણી સાથે ખાવી

Bad Cholesterol: આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેના કારણે મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓની શરૂઆત થાય છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે વધતું ખરાબ કોલેસ્ટ્રોલ. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તેની પાછળ અનહેલ્ધી ભોજન અને ખરાબ લાઈફસ્ટાઈલ જવાબદાર હોય છે. 

બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થાય ત્યારે તેને કંટ્રોલ કરવામાં ન આવે તો હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે નસોમાં જામતું જાય છે અને તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલિયરનું જોખમ ઊભું થાય છે. જો આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો બેડ કોલેસ્ટ્રોલ બોર્ડર લાઈન પર હોય ત્યારે જ તેને કંટ્રોલ કરવાના ઉપાય શરૂ કરી દો. તમે કેટલાક નેચરલ ઉપાય અપનાવીને પણ બેડ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકો છો. આજે તમને આવો જ એક નેચરલ ઉપાય જણાવીએ. 

દરેક ઘરના રસોડામાં પાંચ એવી વસ્તુઓ હોય છે જે હાર્ટ હેલ્થ સુધારી શકે છે . આ વસ્તુઓનું સેવન કરવાથી ધમનીઓમાં જામેલું કોલેસ્ટ્રોલ સાફ થાય છે. આ પાંચ વસ્તુઓમાં લસણ, આદુ, લીંબુ, મધ અને વિનેગરનો સમાવેશ થાય છે. આ પાંચ વસ્તુઓને ખાસ માપ સાથે લેવામાં આવે તો બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકી શકે છે. 

તેના માટે સૌથી પહેલા લસણની 10 કળી અને એક ઇંચનો આદુનો ટુકડો લઈ તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં એક કપ લીંબુનો રસ અને એક કપ વિનેગર ઉમેરો અને એક કપ મધ મિક્સ કરો. આ મિશ્રણને કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખો. હવે રોજ એક ચમચી આ મિશ્રણ એક ગ્લાસ પાણી સાથે સવારે લેવું. સવારે જે પાણીનું સેવન કરો તે હુંફાળું ગરમ હોય તે જરૂરી છે. ખાલી પેટ આ પેસ્ટ પીવાથી નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ સાફ થઈ જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news