)
Bad Breath Remedies: ભોજનમાં ડુંગળી લસણનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ વધી જાય છે. મોટાભાગના ઘરોમાં રસોઈમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લસણ ડુંગળી ખાધા પછી મોં માંથી વાસ આવે છે તે સમસ્યા સૌને નડતી હોય છે. ખાસ કરીને બપોરના ભોજનમાં લસણ અને ડુંગળી ખાતા પહેલા વિચાર કરવો પડે છે કારણ કે જમ્યા પછી મોંમાંથી ડુંગળી અને લસણની વાસ આપી શકે છે જેના કારણે ઓફિસમાં કે મિત્રોની સામે અસહજ અનુભવ થઈ શકે છે.
આવી સમસ્યા અનેક લોકોને સતાવતી હશે તો આજે તમને એવો ઉપાય જણાવી દઈએ જેની મદદથી તમે લસણ ડુંગળી ખાધા પછી સંકોચ નહીં અનુભવો. એટલે કે લસણ-ડુંગળી ખાધા પછી પણ મોં માંથી વાસ નહીં આવે. આ ઉપાય અપનાવીને તમે લસણ અને ડુંગળીની વાસથી છુટકારો મેળવી શકો છો.
લસણ ડુંગળીની વાસથી છુટકારો મેળવવાની રીત
1. લસણ ડુંગળીવાળી વાનગી ખાધી હોય તો જમ્યા પછી મોંમાંથી તેની વાસથી છુટકારો મેળવવા માટે એલચી ચાવીને ખાવી. એલચી ઓરલ હેલ્થ માટે બેસ્ટ માનવામાં આવે છે. એલચી ચાવીને ખાવાથી મોઢામાંથી વાસ પણ દૂર થઈ જશે અને બેક્ટેરિયા પણ દૂર થઈ જશે.
2. જો મોમાંથી આવતી ડુંગળી લસણની વાસથી છુટકારો મેળવવો હોય તો રોજ સવારે સૌથી પહેલા હુંફાળા પાણીથી કોગળા કરો અને પછી હુંફાળું પાણી પી લેવું.
3. વ્યસન ડુંગળી ખાધા પછી વરીયાળી ચાવીને ખાવી જોઈએ.. વરીયાળી ચાવીને ખાવાથી મોંમાંથી આવતી લસણ-ડુંગળીની વાસ સરળતાથી દૂર થઈ જાય છે. વરીયાળી ખાવાથી શરીરની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે.
4. લીંબુ આપણા સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ ફાયદાકારક મોં ની દુર્ગંધ દૂર કરવામાં છે. હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને જમ્યા પછી પી લેવાથી લસણ અને ડુંગળીની વાસને દૂર કરી શકાય છે અને ખોરાકનો પાચન પણ સારી રીતે થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)