)
Hair Treatment: દુનિયાભરમાં ટાલ પડવાની સમસ્યાથી પરેશાન લાખો પુરુષો માટે એક ઉમ્મીદનું કિરણ જોવા મળ્યું છે. દરરોજ સવારે ઉઠતાની સાથે જ અરીસામાં વાળ ખરતા જોઈને હંમેશા નિરાશ થઈ રહેલા લોકો માટે રાહતનું કિરણ જોવા મળ્યું છે. સ્પેનના વૈજ્ઞાનિકોએ એક નવી ટ્રીટમેન્ટ વિકસિત કરી છે, જેનાથી ફક્ત વાળ ખરતા અટકાવશે જ નહીં, પરંતુ વાળને ફરીથી ઉગાડવામાં પણ મદદ કરે છે. આ સારવાર 2029 સુધીમાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી એવી અપેક્ષા છે.
મેડ્રિડ સ્થિત હોસ્પિટલ ક્લિનિકો સેન કાર્લોસના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ દરમિયાન પુરુષ અને મહિલા ઉંદરો પર સ્ટેમ સેલ-આધારિત ટેકનોલોજીનો સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ અવલોકન કર્યું કે, જે ઉંદરોને સ્ટેમ સેલ અને એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ (ATP)ના મિશ્રણથી ઇન્જેક્ટ કરવામાં આવ્યા હતા, તેના શરીર પર ત્રણ અઠવાડિયાની અંદર ફરીથી વાળ ઉગાડવા લાગ્યા. કેટલાક કિસ્સાઓમાં તો વાળની જાડાઈ અને ઘનતા પહેલા કરતા પણ વધુ સારી થઈ ગઈ.
આ શોધનું નેતૃત્વ કરી રહેલા ડો. એડુઆર્ડો લોપેઝ બ્રેનએ જણાવ્યું કે, અમે સ્ટેમ સેલ્સની રિપ્રોડક્ટિવ કેપેસિટી અને ATPની એનર્જીને જોડીને આ સારવાર તૈયાર કરી છે, જેનાથી વાળના ફોલિકલ્સની રિકવરી થાય છે અને નવા વાળ ઉગવા લાગે છે.
ટાલ પડવાનું વિજ્ઞાન
આપણા માથા પર હજારો વાળ નાના-નાના છિદ્રો એટલે કે હેર ફોલિકલ્સથી ઉગે છે. જ્યારે આ ફોલિકલ્સ સંકોચવા લાગે છે અને તેમના સુધી પોષણ પહોંચતું નથી, ત્યારે વાળ પાતળા થઈને તૂટવા લાગે છે અને અંતે નવા વાળ ઉગવાનું બંધ થઈ જાય છે. આ પ્રક્રિયા માટે મુખ્યત્વે હોર્મોન DHT (ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન) અને જેનેટિવ ફેક્ટર જવાબદાર હોય છે.
રિસર્ચમાં ઉંદરોને પહેલા DHT આપવામાં આવ્યું જેથી તેમના વાળ ખરી જાય. ત્યારબાધ અડધા ઉંદરોને સ્ટેમ સેલ અને ATPનું મિશ્રણ ઇન્જેક્ટ કરવામાં આવ્યું અને બાકીનાને કંઈ આપવામાં આવ્યું નહીં. 21 દિવસ પછી જે ઉંદરોની સારવાર મળી હતી, તેને વાળ કાં તો સંપૂર્ણપણે ફરીથી ઉગી ગયા અથવા મોટા પ્રમાણમાં પાછા વધવા લાગ્યા હતા.
મનુષ્ય પર ક્યારે થશે ટેસ્ટ?
સંશોધકો માને છે કે, આ તકનીક મનુષ્ય પર પણ કામ કરી શકે છે. આગામી તબક્કામાં હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે. મમુષ્યમાં આ ટ્રીટમેન્ટ મેસોથેરાપી દ્વારા આપવામાં આવશે, એટલે કે આ દ્રાવણ ઇન્જેક્શન દ્વારા સીધા માથાની ચામડીમાં ઇન્જેક્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત ટ્રેન્ડ હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા જ કરી શકાય છે. તેથી તે દવા તરીકે બજારમાં ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ તેને ડોક્ટર પાસેથી સારવાર તરીકે લેવી પડશે.
ખર્ચ અને ઉપલબ્ધતા
આ સારવારની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી. ડો. બ્રાનનું કહેવું છે કે, તેનો ખર્ચ તે વાત પર નિર્ભર કરેશે કે ભવિષ્યમાં ટેસ્ટ કેટલો સફળ થાય છે અને તેને કયા લેવલ પર ઉપયોગ માટે મંજૂરી મળે છે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સારવાર હાલના હેર ટ્રાન્સપ્લાન્ટ અથવા ટોપિકલ ટ્રીટમેન્ટ કરતા સસ્તી અને વધુ અસરકારક હશે.
ટાલ પડવાની મનોવૈજ્ઞાનિક અસર
જો કે, વાળ ખરવા એ કોઈ જીવલેણ રોગ નથી, પરંતુ તે આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. ખાસ કરીને યુવાનોમાં આ ચિંતા અને ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. તેથી જ વૈજ્ઞાનિકો આ સારવારને જીવનની ગુણવત્તા સાથે જોડી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, તાજેતરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓને ટાલવાળા પુરુષો પણ આકર્ષક લાગે છે. આ સર્વેમાં 2000 મહિલાઓને તેમની પસંદગીઓ વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં મસ્કુલર બોડી પછી, 'બોલ્ડ હેડ' સૌથી આકર્ષક લક્ષણ હોવાનું જાણવા મળ્યું હતું. કદાચ આ જ કારણ છે કે જેસન સ્ટેથમ, ડ્વેન જોનસન અને વિન ડીઝલ જેવા સ્ટાર્સ આજે આટલા લોકપ્રિય છે.
શું બીજા કોઈ વિકલ્પો છે?
આ ક્ષેત્રમાં અન્ય પ્રયોગો પણ ચાલી રહ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લેબમાં સ્ટેમ સેલમાંથી સ્કિન ઓર્ગેનોઇડ્સ તૈયાર કર્યા છે, જે વાળ ઉગાડી શકે છે. જાપાનના વૈજ્ઞાનિકોએ બે છોડ (ફેલોડેન્ડ્રોન છાલ અને ચિનપી સૂકા નારંગીની છાલ) માંથી કુદરતી હેર ગ્રોથના ઓપ્શન પર કામ કર્યું છે. આ ઉપરાંત શરીરમાં હાજર નેચરલ ખાંડ 2dDR પણ વાળ ઉગાડવામાં કારગર હોવાનું જાણવા મળ્યું છે.
Disclaimer: પ્રિય વાચક આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે તમારા સ્વાસ્થ્યને લગતી કંઈપણ ક્યાંય વાંચ્યું હોય, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.