)
Tea-Coffee Alternatives: આપણામાંથી ઘણા લોકો સવારે જાગે એટલે તેમને કોફી અથવા ચા પીવી હોય છે. કેટલાક લોકોની સવાર તો ચા કે કોફી વિના શરુ થતી જ નથી. આવું એટલા માટે કે આ પીણા શરીરને તુરંત એનર્જી આપે છે. પરંતુ સવારે ખાલી પેટ કોફી કે ચા પીવી નુકસાનકારક પણ છે. તેનાથી શરીરમાં કેફીન વધે છે અને શરીર ડિહાઈડ્રેટ પણ થાય છે. જો સવારના સમયે ચા કે કોફી સિવાય કોઈ હેલ્ધી વસ્તુ પીવી હોય તો આજે તમને કેટલાક હેલ્ધી ઓપ્શન વિશે જણાવીએ. અહીં તમને કેટલાક કૈફીન ફ્રી વિકલ્પો વિશે જણાવીએ જે તમને એનર્જી પણ આપશે અને ફાયદો પણ કરશે.
આ પીણા સવારે પીવાથી શરીરને એનર્જી મળશે, શરીર હાઈડ્રેટ થશે અને પાચન પણ સ્વસ્થ રહેશે. તો ચાલો તમને જણાવીએ કેટલાક બેસ્ટ કૈફીન ફ્રી ડ્રિંક્સ વિશે.
હુંફાળુ લીંબુ પાણી
દિવસની શરુઆત હુંફાળા પાણીમાં લીંબુ ઉમેરીને કરવાની આદત પાડી શકાય છે. આખી રાત ઊંઘ દરમિયાન શરીરમાં પાણી ઘટી જાય છે. સવારે લીંબુ પાણી પીવાથી શરીર હાઈડ્રેટ થાય છે. અને શરીરને એનર્જી પણ મળે છે.
ફ્રેશ ફ્રુટ સ્મુધી
સીઝનલ ફ્રુટમાંથી દૂધ અને ચીયા સીડ્સ સાથે ફ્રેશ સ્મુધી બનાવીને પી શકાય છે. જેમકે કેળા, જાંબુ, સફરજન વગેરે ફ્રુટ ફાઈબર, એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે શરીરને એનર્જી આપે છે. તેનાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે.
હર્બલ ચા
હર્બલ ચા પણ સારો કૈફીન ફ્રી ઓપ્શન છે. તેનાથી ફ્રેશ ફીલ કરશો. તેના માટે આદુની ચા બેસ્ટ રહે છે. તેનાથી પાચન સારું રહે છે અને બ્લડ ફ્લો પણ સારી રીતે થાય છે. તમે ફુદીનાની ચા પણ પી શકો છો. તેનાથી મગજ એક્ટિવ રહે છે અને ફ્રેશ ફીલ કરો છો.
ગોલ્ડન મિલ્ક
સવારના સમયે દૂધમાં હળદર, તજ અને આદુ જેવા મસાલા ઉમેરી ગોલ્ડન મિલ્ક બનાવી પીવું જોઈએ. દૂધમાં હળદર ઉમેરી પીવાથી લાભ થાય છે. સાથે જ તેમાં તજનો પાવડર ઉમેરવાથી બ્લડ શુગર સંતુલિત રહે છે. ગોલ્ડન મિલ્કથી એનર્જી લેવલ વધે છે.
નાળિયેર પાણી
સવારે પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર નાળિયેર પાણી પીવું પણ બેસ્ટ ઓપ્શન છે. નાળિયેર પાણી હાઈડ્રેશનમાં સુધારો કરે છે અને શરીરને એનર્જી પ્રદાન કરે છે. સવારે જે લોકો કસરત કરતા હોય તેમના માટે નાળિયેર પાણી સૌથી સારું છે. તેનાથી શરીરને થાક પણ લાગતો નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)