)
Sweet Potato Benefits: ઠંડીની શરૂઆત થાય એટલે માર્કેટમાં શક્કરિયા દેખાવા લાગે છે. શક્કરિયા સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. શિયાળામાં શક્કરિયાને સુપર ફૂડ પણ કહેવાય છે. શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે શક્કરિયા ઈમ્યુનિટી બુસ્ટ કરવાથી લઈને સ્કિનને ચમકદાર બનાવવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
શિયાળામાં ડેઇલી ડાયટમાં શક્કરિયા સામેલ કરવાથી શરીરને પાંચ સૌથી મોટા ફાયદા થાય છે. આજે તમને શક્કરિયા ખાવાથી થતા પાંચ ફાયદા વિશે જણાવીએ. આ ફાયદા વિશે જાણીને તમે પણ આ શિયાળામાં શક્કરિયા ખાવાની શરૂઆત કરી દેશો..
શક્કરિયા ખાવાના ફાયદા
1. શક્કરિયામાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે પેટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શક્કરિયામાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાયબર હોય છે જે પાચન સુધારવામાં મદદ કરે છે.
2. શક્કરિયા બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. શક્કરિયા આંખની રોશની સુધારવામાં મદદ કરે છે. નારંગી રંગના શક્કરિયા શરીરને સૌથી વધુ બીટા કેરોટીન આપે છે..
3. શક્કરિયામાં વિટામીન એ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. જો તમે શક્કરિયા ખાવ છો તો ઇમ્યુનિટી મજબૂત થાય છે અને શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.
4. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે જે શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. શક્કરિયા ખાવાથી સ્કીનને સૌથી વધુ ફાયદો થાય છે.. શક્કરિયા ખાવાથી તમે લાંબા સમય સુધી યુવાન દેખાઈ શકો છો.
5. શક્કરિયામાં ફાઇબર વધારે હોય છે અને કેલરી ઓછી હોય છે તેને ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થાય છે. જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તેમણે શક્કરિયા ખાવા જોઈએ. શક્કરિયા ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
શક્કરિયા ખાવાનો સૌથી સરળ રસ્તો છે તમે શક્કરિયાને બાફી અને ખાઈ લો. શક્કરિયાને પાણીથી સારી રીતે સાફ કરી અને પછી બાફી લો. શક્કરિયામાં કુદરતી મીઠાશ હોય છે તેથી તેને તમે બાફીને ખાઈ શકો છો. જો સ્વાદ વધારવો હોય તો તેમાં થોડું મીઠું અને લીંબુ છાંટી શકો છો. જો તમે બાફેલા શક્કરિયા ખાશો તો તેનાથી વધારે ફાયદો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)