Persimmon Fruit: શિયાળામાં રોજ ખાવું જોઈએ 1 અમરફળ, જાણો આ ફળ ખાવાથી થતા ફાયદા

Persimmon Fruit Benefits: હેલ્થ એક્સપર્ટ અનુસાર કેટલાક ફળ એવા હોય છે જે શિયાળાના સુપરફુડ ગણાય છે. આવું જ એક ફળ છે અમર ફળ. આ ફળ ખાવાથી શરીરને કેવા લાભ થાય છે અને આ ફળ કેવી રીતે ખાવું ચાલો જાણીએ.
 

Persimmon Fruit: શિયાળામાં રોજ ખાવું જોઈએ 1 અમરફળ, જાણો આ ફળ ખાવાથી થતા ફાયદા

Persimmon Fruit Benefits: ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ બજારમાં સિઝનલ ફ્રુટ પણ દેખાવા લાગ્યા છે. શિયાળામાં ખવાતા ફળમાં અમર ફળનો પણ સમાવેશ થાય છે. આ ફળને ઘણી જગ્યાએ જાપાની ફળ કે પછી ચાઈનીઝ એપલ પણ કહેવામાં આવે છે. તમે પણ આ ફળ વિશે સાંભળ્યું હશે અને બજારમાં તેને જોયું પણ હશે. અમર ફળ દેખાવમાં સંતરા જેવું લાગે છે અને તે અંદરથી સોફ્ટ હોય છે અને તેનો સ્વાદ ખટમીઠો હોય છે. 

Add Zee News as a Preferred Source

એક્સપર્ટ અનુસાર અમર ફળ શિયાળાનું સુપર ફૂડ છે. તેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા મળે છે. આજે તમને અમર ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે જણાવીએ. જાણીને તમે પણ આ ફળને ડાયટમાં સામેલ કરવા લાગશો. 

અમર ફળ ખાવાના ફાયદા 

આંખ માટે ફાયદાકારક 

અમર ફળમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે આંખની ડ્રાયનેસ અને ઉંમર સંબંધિત જે સમસ્યાઓ થતી હોય તેનાથી પણ બચાવે છે. જે લોકો રોજ કોમ્પ્યુટર કે મોબાઈલ પર કામ કરતા હોય છે તેમના માટે આ ફળ ફાયદાકારક છે. 

ઈમ્યુનિટી બુસ્ટ થશે 

શિયાળામાં વારંવાર શરદી, ઉધરસ અને વાઈરલ ઇન્ફેક્શન થતા હોય છે તેવામાં જો અમર ફળ ખાવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને આવી બીમારીઓથી બચી શકાય છે. અમર ફળ વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને બીમારીઓથી બચાવે છે. 

પાચનતંત્ર રહેશે સ્વસ્થ 

અમર ફળ ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે તે પેટને સાફ રાખે છે, કબજીયાતથી રાહત આપે છે. અમર ફળ ફાઇબરથી ભરપૂર હોય છે તેથી તેને ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

હાર્ટ માટે હેલ્ધી  

અમર ફળમાં એવા તત્વ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. હૃદયના રોગનું જોખમ પણ અમર ફળ ઘટાડે છે કારણ કે તે બ્લડ ફ્લો સુધરે છે. 

ત્વચા દેખાશે યુવાન 

અમર ફળ એન્ટી એજીંગ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિનની સાથે એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. અમર ફળ ખાવાથી સ્કીન પર દેખાતા એજિંગના લક્ષણો ઓછા થાય છે અને સ્કીન પર નેચરલ ગ્લો આવે છે. 

કેવી રીતે ખાવું અમર ફળ?

અમર ફળને અન્ય ફળની જેમ ડાયરેક્ટ કાપીને ખાઈ શકાય છે. અમર ફળને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો અને સ્મુધીમાં પણ યુઝ કરી શકો છો. અમર ફળનો સ્વાદ થોડો મીઠો અને થોડો ખાટો હોય છે. આ સ્વાદ નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવે એવો હોય છે. તમે દિવસમાં એક અમર ફળ રોજ ખાઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news