ફાટેલી એડી પેટની આ બીમારીનો આપે છે સંકેત, જાણો શું છે કનેક્શન

ફાટેલી એડી પેટની આ બીમારીનો આપે છે સંકેત, જાણો શું છે કનેક્શન

નવી દિલ્લીઃ જો તમને વારંવાર એડી ફાટી જાય છે તો તે પેટથી જોડાયેલી બિમારીનું કારણ હોય શકે છે. ડેડ સ્કિન રિમૂવ ન કરવાથી, પગની સાફ-સફાઈ ન રાખવાથી અને ઠંડીના કારણે એડી ફાટી જાય છે. પરંતુ ઘણીવાર એડી ફાટવાની સમસ્યા પેટની બિમારી સાથે પણ જોડાયેલી હોય શકે છે.

હોય શકે છે આ સમસ્યાઃ
એડી ફાટવાની સમસ્યા પેટની બિમારીના કારણે છે કે નહીં તે જાણવા માટે અમુક અસામાન્ય લક્ષણો પર ધ્યાન આપો. આ લક્ષણો બતાવશે કે, તમારું ડાઈઝેશન યોગ્ય નથી.
કોટિડ અથવા અલ્સરેડિટ જીભ, ચાંદા, એસિડિટી, બ્લોટિંગ અને પેટ ભરેલું હોય ત્યારે ટ્રાવેલ્સ કરવાથી માથું દુખવું આ લક્ષણ ડાઈઝેશનથી જોડાયેલી સમસ્યાઓ તેનો સંકેત છે. ત્યારે ફાટેલી એડિ પણ પેટ સાથે જોડાયેલી સમસ્યાને બતાવે છે. આ  Poor Gut Healthનો સંકેત છે. જો વારંવાર ફાટલી એડીની સમસ્યા થયા છે તો ડૉક્ટરની સલાહ લો.

અપનાવો આ ઘરેલું ઉપાયઃ
ફાટેલી એડીની સમસ્યા જો સામાન્ય કારણોથી છે તો તમે ઘરેલું ઉપાય પણ કરી શકો છો જેનાથી ફાયદો થશે.

ઓયલથી મસાજ કરોઃ
એડીઓ પર તેલથી મસાજ કરવાથી આ સમસ્યામાં રાહત મળશે. આનાથી પગને મોઈશ્વુરાઈઝર મળશે.

ગ્લિસરીન અને ગુલાબજળ લગાવોઃ
ગ્લિસરીન પણ એક સારું મોઈશ્ચુરાઈઝ છે. જેનાથી ફાટેલી એડી સરખી થઈ જાય છે. એક ટેબલસ્પૂન ગ્લિસરીન લો અને તેમાં બે ચમચી ગુલાબજળ મેળવો. તેમાં નાની ચમચી લીંબુનો રસ પણ નાખો. સુતા પહેલાં આ મિશ્રણથી એડીની મસાજ કરો અને સૂકાય જાય પછી તેના પર મોજા પહેરી લો તેનાથી ફાયદો થશે. 

ચોખાનો લોટઃ
એક ટેબલસ્પૂન ચોખાનો લોટ, બે ટેબલસ્પૂન મધ અને એક ટેબલસ્પૂન લીંબુનો રસ મેળવો. આ પેસ્ટથી એડી પર સ્ક્રબ કરો. પગને હળવા ગરમ પાણીમાં 15 મિનિટ સુધી રાખવાથી ફાયદો થશે. તેનાથી ડેડ સ્કિનની એક્સફોલિએશનમાં મદદ મળશે. 

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news