શું તમે જાણો છો એકવાર Pizza ખાવાથી 7.8 મિનિટ ઘટી જાય છે તમારી ઉંમર! જાણો શું કહે છે ડોક્ટર
વિજ્ઞાન કહે છે કે વ્યક્તિનું આયુષ્ય તેની જીવનશૈલી પર નિર્ભર કરે છે. જો કોઈની જીવનશૈલી સારી હોય તો તે લાંબુ જીવે છે અને જો કોઈની જીવનશૈલી સારી ન હોય તો તેનું જીવન ટૂંકું પણ થઈ શકે છે. આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને ઉંમર વધારી શકાય છે.
નવી દિલ્લીઃ આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકો ખાવા-પીવાની બાબતે અકદમ બેદરકાર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને કોર્પોરેટ લાઈફ સાથે સંકળાયેલા લોકો ફાસ્ટ ફુડનું સેવન કરી પોતાના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. સમયની બચત કરવા તેમજ સ્વાદની મજા લેવા લોકો ફાસ્ટ ફુડ આરોગતા હોય છે. લોકો આચરકુચર ખાઈપીને પોતાની ઉંમર ઘટાડી રહ્યાં છે. જી હાં, આપને પણ આશ્ચર્ય થતો હશે કે આ કેવી રીતે શક્ય છે. આવો જાણીએ વિગતવાર.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું આયુષ્ય લાંબુ બને. વર્લ્ડ લાઇફ એક્સપેક્ટન્સી અનુસાર, ભારતમાં પુરુષોની સરેરાશ ઉંમર 69.5 વર્ષ છે અને સ્ત્રીઓની ઉંમર 72.2 વર્ષ છે. હ્રદય સંબંધિત બીમારીઓ, ફેફસાના રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ સહિત આવા 50 જેટલા રોગો છે જે નાની ઉંમરમાં મૃત્યુનું કારણ બની શકે છે. વિજ્ઞાનનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સારી વસ્તુઓનું સેવન કરે છે તો તેનું આયુષ્ય વધી શકે છે અને જો કોઈ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરે છે તો તેનું જીવન પણ ઘટી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું લાંબુ આયુષ્ય હોય તો આ લેખને અંત સુધી વાંચો.
આ વસ્તુઓના સેવનથી ઘટે છે ઉંમર-
મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાતોએ કેટલીક ખાદ્ય વસ્તુઓ અને સ્વાસ્થ્ય પર તેની અસરો વિશે જાણવા માટે સંશોધન કર્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કેટલીક વસ્તુઓ એવી છે જે તમારી આયુષ્યને થોડી મિનિટો વધારી દે છે, જ્યારે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમારું આયુષ્ય થોડી મિનિટો સુધી ઘટાડી દે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ એક સર્વિંગ અખરોટ ખાય છે, તો તેનું જીવન 26 મિનિટ સુધી વધી શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ હોટ-ડોગની એક સર્વિંગ ખાય છે, તો તેનું જીવન 36 મિનિટ સુધી ઘટી જાય છે.
આ અભ્યાસ અનુસાર આ અભ્યાસ વ્યક્તિના જીવનની સારી ગુણવત્તા પર આધારિત હતો. અભ્યાસમાં, વૈજ્ઞાનિકોએ લગભગ 6000 વિવિધ વસ્તુઓ (નાસ્તો, લંચ અને પીણું)ની તપાસ કરી. તેમણે જોયું કે જો કોઈ વ્યક્તિ પ્રોસેસ્ડ મીટ ખાય છે, તો તે દરરોજ તેના જીવનમાં 48 વધારાની મિનિટ ઉમેરી શકે છે.
આ વસ્તુઓ ખાવાથી ઘટે છે ઉંમર-
હોટ ડોગ: જીવનની 36 મિનિટ ઘટાડે છે.
પ્રોસેસ્ડ મીટ (બેકન): જીવનની 26 મિનિટ ઘટાડે છે.
ચીઝી બર્ગર: જીવનની 8.8 મિનિટ ઓછી કરે છે.
સોફ્ટ ડ્રિંક્સ: જીવનની 12.4 મિનિટ ઓછી કરે છે.
પિઝા: જીવનની7.8 મિનિટથી ઓછી કરે છે.
આ વસ્તુઓ ખાવાથી વધે છે ઉંમર-
પીનટ બટર અને જામ સેન્ડવિચ: આયુષ્ય 33.1 મિનિટ વધે છે.
બેકડ સૅલ્મોન માછલી: ઉંમરની 13.5 મિનિટ વધારે છે.
કેળા: 13.5 મિનિટની ઉંમર વધે છે.
ટામેટા: 3.8 મિનિટની ઉંમર વધે છે.
એવોકાડો: આયુષ્ય 1.5 મિનિટ વધે છે.
માનવ સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે આહારમાં કરો ફેરફાર-
આ અભ્યાસનો હેતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ખોરાકની અસર જોવાનો હતો. એક્સપર્ટે કહ્યું કે સૅલ્મોન માછલીમાં ઘણું પોષણ મળે છે, એક સર્વિંગમાંથી 16 મિનિટનું જીવન વધી શકે છે. રિસર્ચ ટીમમાં સામેલ પ્રોફેસર ઓલિવિયર જોલિયેટે કહ્યું, "સંશોધનમાંથી જે પરિણામો સામે આવ્યા છે તેનાથી લોકોને તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવામાં મદદ મળશે. લોકોએ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સુધારવા માટે તેમના આહારમાં પણ ફેરફાર કરવો જોઈએ."