ગુજરાતી ન્યૂઝHealthHealth Tips: આ 2 દાળ પોષકતત્વોનો ખજાનો, સ્પર્મ કાઉંટ નેચરલી વધારવા હોય તો આ દાળ ખાવાનું રાખો

Health Tips: આ 2 દાળ પોષકતત્વોનો ખજાનો, સ્પર્મ કાઉંટ નેચરલી વધારવા હોય તો આ દાળ ખાવાનું રાખો

How To Increase Sperm Count: સ્પર્મ કાઉંટ સંબંધિત સમસ્યાઓ હોય તો ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને જરૂરી પોષકતત્વો પુરા પાડે. આજે તમને 2 દાળ વિશે જણાવીએ જે પુરુષોની આ સમસ્યાને દુર કરવામાં મદદ કરી શકે છે.
 

Health Tips: આ 2 દાળ પોષકતત્વોનો ખજાનો, સ્પર્મ કાઉંટ નેચરલી વધારવા હોય તો આ દાળ ખાવાનું રાખો

How To Increase Sperm Count: દોડધામ ભરેલી જિંદગી, સ્ટ્રેસ, ખરાબ આહાર અને ખરાબ જીવનશૈલીના કારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટી જવાની સમસ્યા વધતી જાય છે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાના કારણે પુરુષોમાં યૌન ઈચ્છાની ખામી, શિઘ્રપતન જેવી સમસ્યાઓ પણ વધે છે. મોટાભાગના પુરુષો એ વાતને લઈને પરેશાન હોય છે કે સ્પર્મ કાઉન્ટ કેવી રીતે વધારવા. જોકે યોગ્ય સમયે યોગ્ય આહાર અને લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવાથી આ સમસ્યાને દૂર કરવામાં મદદ મળી શકે છે. 

Add Zee News as a Preferred Source

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે ડાયેટમાં કેટલીક દાળને સામેલ કરવી સૌથી સરળ અને સારો ઉપાય છે. કેટલીક દાળમાં પ્રોટીન, આયરન, ફોલિક એસિડ અને ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ પોષક તત્વો સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીની સમસ્યાને સુધારવામાં મદદ કરી શકે છે. સ્પર્મ કાઉન્ટ વધારવા માટે સૌથી સારી દાળ કઈ છે તે પણ તમને જણાવીએ. 

અડદની દાળ 

સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અડદની દાળનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા પોષક તત્વો શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા સુધારવામાં મદદ કરી શકે છે. આ દાળ વીર્ય વર્ધક હોય છે અને તેમાં એવા તત્વો હોય છે જે શરીરને ઊર્જાવાન બનાવે છે. 

મસૂરની દાળ 

મસૂરની દાળ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે પુરુષોની પ્રજનન ક્ષમતા માટે સક્રિય રીતે કામ કરે છે. મસૂરની દાળનું સેવન કરવાથી સ્પર્મની સંખ્યા ગતિશીલતા અને ક્વોલિટીમાં સુધારો થઈ શકે છે. પુરુષો મસુરની દાળનું પાણી પણ પી શકે છે. 

આ વાતોનું પણ રાખો ધ્યાન 

- સ્પર્મ કાઉન્ટ સંબંધિત સમસ્યા હોય ત્યારે ડાયટમાં લીલા શાકભાજી, મેવા, દૂધ, દહીં અને તાજા ફળનો સમાવેશ પણ કરવો. 

- શક્ય હોય ત્યાં સુધી તળેલું, જંક ફૂડ અને વધારે પડતી મીઠાઈઓ ખાવાનું ટાળવું. 

- નિયમિત રીતે વ્યાયામ અથવા તો યોગ કરો તેનાથી શરીરનું હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. 

- સૌથી વધારે જરૂરી છે કે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ કરવામાં આવે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news