)
Best foods For Kidney: આ સમયે ઠંડીનું વાતાવરણ બની ગયું છે. દેશભરના રાજ્યોમાં ઠંડી દિવસેને દિવસે વધી રહી છે. આ સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે લોકો પાણી ઓછું પીતા હોય છે. જેના કારણે શરીરનું તાપમાન અને કિડની હેલ્થ બંને પ્રભાવિત થાય છે. આહારમાં થયેલા ફેરફારના કારણે કિડની પર અસર પડે છે. કિડની આપણા શરીરના ફિલ્ટરની જેમ કામ કરે છે. કિડની શરીરમાં ટોક્સિન્સ કાઢવાનું, પાણી અને મિનરલ્સનું સંતુલન જાળવી રાખવાનું, બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું, વિટામિન ડી જેવા જરૂરી તત્વોનું સંતુલન બનાવી રાખવાનું કામ કરે છે. પરંતુ શિયાળામાં કિડની પર વધારે પ્રેશર પડે છે. જેના કારણે ઘણીવાર કિડની બરાબર કામ કરતી નથી શકતી.
જો કિડની બરાબર કામ કરતી ન હોય તો ઘણી બીમારી થવાનું જોખમ વધી જાય છે. શરીરમાં થાક, ચહેરા પર સોજો, વારંવાર પેશાબ જવું, પેશાબમાં ફીણ, પેશાબમાં લોહી પડવું, ઈમ્યુનિટી નબળી થઈ જવી જેવી સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટ અનુસાર શિયાળામાં કિડનીને સ્વસ્થ રાખવા માટે તમને 5 વસ્તુઓ મદદ કરી શકે છે. આ 5 વસ્તુઓ કિડનીને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
કિડનીને હેલ્ધી રાખતા 5 ફુડ
હર્બ્સ અને મસાલા
હર્બ્સ અને મસાલા ભોજનનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ હેલ્થનું ધ્યાન રાખવા માટે પણ જરૂરી છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામિન અને મિનરલ્સ હોય છે જે શરીરને મજબૂત રાખે છે. શિયાળામાં મીઠાવાળા અને પ્રોસેસ્ડ ફુડ ખાવાનું બંધ કરી રોઝમેરી, ઓરેગાનો, ચિલી પેપર, તુલસી, તજ, હળદર અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઈએ.
લસણ અને આદુ
લસણ અને આદુ શિયાળામાં સૌથી ઉપયોગી સાબિત થાય છે. લસણમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે જે કિડની પર સ્ટ્રેસ ઓછો કરે છે અને શરીરમાંથી હાનિકારક તત્વ કાઢવામાં મદદ કરે છે. આદુ પાચન તંત્રને ઠીક કરવામાં મદદ કરે છે.
સંતરા અને લીંબુ
વિટામીન સી કિડનીને ડિટોક્સ કરવા અને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વની ભુમિકા ભજવે છે. સંતરા અને લીંબુનું સેવન કરવાથી શરીરમાં જમા ટોક્સિન્સ ઓછા કરવામાં મદદ મળે છે. સવારે એક સંતરુ ખાવું અને જમવામાં લીંબુનો રસ એડ કરવો. તેનાથી પણ કિડનીને લાભ થશે.
મૂળા
મૂળા વિટામિન સી, ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે જે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ હેલ્થ પણ સુધરે છે. તમે મૂળાને સલાડ તરીકે, અથાણા તરીકે કે પરોઠા તરીકે ખાઈ શકો છો.
દાડમ
દાડમ એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણથી ભરપુર હોયછે. તે કિડનીની કોશિકાઓને નુકસાન થતા બચાવે છે. શિયાળામાં રોજ 1 વાટકી દાડમ ખાવા જોઈએ. તેનાથી કિડનીને લાભ થાય છે.
આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાની સાથે રોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવું, વધારે મીઠાવાળી કે ખાંડવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું. અને સૌથી જરૂરી છે કે નિયમિત વ્યાયામ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)