)
Healthy Breakfast After Gym: આજના સમયમાં ફિટનેસ ટારગેટ કરવા માટે સૌથી જરૂરી છે કે ફેટ ઓછું કરી મસલ્સ વધારવામાં આવે. મસલ્સ ગેન એટલે કે સ્નાયૂનો વિકાસ, કારણ કે સ્નાયૂ આપણી નસોને જ નહીં શરીરને ચલાવવા માટે એનર્જી આપે છે. લોકો મસલ્સ ગેન કરવા માટે બાયસેપ્સ કરે છે. તેવામાં સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો જરૂરી છે. આજે તમને બ્રેકફાસ્ટના સૌથી હેલ્ધી ઓપ્શન વિશે જણાવીએ જેનાથી મસલ્સ ગ્રોથ વધે છે. જીમ જતા લોકોએ જીમમાં કસરત કર્યા પછી આવી વસ્તુઓ ખાવી જોઈએ.
ઈંડા
સવારના સમયે નાસ્તામાં ઈંડા ખાઈ શકો છો. ઈંડામાં પ્રોટીન હોય છે. બાફેલા ઈંડા સૌથી હેલ્ધી નાસ્તો ગણાય છે. ઈંડામાં કેલ્શિયમ, વિટામિન્સ અને એમીનો એસિડ પણ હોય છે જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. તેથી નાસ્તામાં ઈંડા ખાઈ શકાય છે.
પનીર
જો તમે ઈંડા ન ખાતા હોય તો તમે ડાયટમાં પનીર એડ કરો. પનીર શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. સવારે નાસ્તામાં પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. નાસ્તામાં પનીર પરોઠા, પનીર સેલેડ ખાઈ શકો છો.
ઓટ્સ અને પીનટ બટર
ઓટ્સ ફાઈબરથી ભરપુર હોય છે. અને તેમાં કોમ્પેલ્ક કાર્બ્સ હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઓટ્સ સાથે પીનટ બટર પણ નાસ્તામાં એડ કરી શકો છો. સવારે નાસ્તામાં દૂધમા પનીટ બટર એડ કરી લઈ શકાય છે. તમે ઈચ્છો તો ઓટ્સમાં દૂધ, પીનટ બટર, બદામ, અખરોટ મિક્સ કરી 30 મિનિટ સેટ થવા દો. ત્યારે આ પ્રોટીન રીચ બાઉલનું સેવન સવારે નાસ્તામાં કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)