Healthy Roti: ઘઉંના લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરી રોટલી બનાવો, રોજ 2 રોટલી ખાવાથી શરીરમાંથી નીકળવા લાગશે રોગ

Healthy Roti: ઘઉંના લોટની 2 રોટલી રોજ ખાવાથી પણ શરીર ડિટોક્સ થઈ શકે છે. તેના માટે ઘઉંના લોટમાં 4 વસ્તુઓ ઉમેરી લોટ બાંધવો. રોજ આ રીતે બનાવેલી 2 હેલ્ધી રોટલી ખાશો તો પણ શરીરમાં એનર્જી રહેશે અને રોગ મટશે.
 

Healthy Roti: ઘઉંના લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરી રોટલી બનાવો, રોજ 2 રોટલી ખાવાથી શરીરમાંથી નીકળવા લાગશે રોગ

Healthy Roti: આપણા રોજના આહારમાં રોટલી હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સામાન્ય રોટલીમાં પણ જો થોડા ફેરફાર કરી લેવામાં આવે તો રોટલી શરીર માટે ડિટોક્સ ફૂડ બની જાય છે. જેમકે કેટલીક ખાસ વસ્તુઓ છે જેને ઘઉંના લોટમાં મિક્સ કરીને જો રોટલી બનાવવામાં આવે તો આ રોટલી ખાવાથી શરીરમાં જામેલી ગંદકી, ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળવા લાગે છે. આ રોટલી ખાધા પછી પેટ હળવું રહે છે અને શરીરને એનર્જી પણ મળે છે તેનાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. 

Add Zee News as a Preferred Source

એ વાત તો સૌ કોઈ જાણે છે કે શરીરની કોઈપણ સમસ્યા હોય તો તેની શરૂઆત પણ પેટથી થાય છે. જો આપણે આપણો આહાર સુધારી લઈએ તો તેની અસર આપણા શરીરની સાથે ચહેરા પર પણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેમકે જે લોકો નિયમિત ફાસ્ટ ફૂડ ખાતા હોય અથવા તો અનિયમિત રીતે આહાર લેતા હોય તેમના આંતરડામાં ગંદકી જામવા લાગે છે. આવા લોકોને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો ડિટોક્સ ડ્રિન્ક અને દવાઓની મદદ પણ લેતા હોય છે. પરંતુ જો તમે રોટલીના લોટમાં 4 વસ્તુઓ ઉમેરીને રોટલી બનાવશો અને રોજ ફક્ત 2 રોટલી પણ ખાશો તો શરીર અંદરથી ક્લીન થવા લાગશે. 

હેલ્થ એક્સપર્ટ અનુસાર દરેક ઘરના રસોડામાં અજમા હોય છે. અજમા ગેસ, કબજીયાત અને અપચા જેવી સમસ્યા દૂર કરવામાં ફાયદો કરે છે. ઘઉંના લોટમાં થોડા અજમા ઉમેરીને રોટલીનો લોટ બાંધો અને આ રોટલી ખાવ તો તેનાથી આંતરડાની સફાઈ થાય છે. તમે રોટલીના લોટમાં દાડમના દાણાનો પાવડર પણ ઉમેરી શકો છો. તેનાથી પણ પાચન સુધરે છે અને શરીરમાં ઝેરી તત્વો એકત્ર થતા નથી. 

આંતરડાને સાફ કરવા માટે લોટમાં કલોંજી પણ મિક્સ કરી શકાય છે. કલોંજી ઉમેરેલી રોટલી ખાવાથી પાચન સુધરે છે. જો તમે બે કપ ઘઉંનો લોટ રોટલી માટે બાંધતા હોય તો તેમાં અડધી ચમચી કલોંજી મિક્સ કરી દેવી. સાથે જ તમે દહીં અને ઘી ઉમેરીને લોટ બાંધશો તો રોટલી સ્વાદિષ્ટ પણ લાગશે અને તે શરીરને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી પણ બચાવશે. રોટલીના લોટમાં દહીં મિક્સ કરવાથી રોટલી સોફ્ટ પણ થાય છે અને સરળતાથી પછી જાય છે. 

મેથી દાણા અથવા મેથીની ભાજી પણ રોટલીના લોટમાં ઉમેરી શકાય છે. રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં મેથીનો પાવડર અથવા સૂકી મેથીના પાન મિક્સ કરી દેવાથી આ રોટલી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ફેટ પણ નિયંત્રિત રાખે છે. મેથી એન્ટી ઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે જે રક્ત અને સાફ કરે છે અને ઝેરી તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢે છે. મેથીવાળી રોટલી રોજ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ ફાયદો થાય છે મેથીનું સેવન કરવાથી પિત્ત શાંત થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. 

જો તમારે રોજ હેલ્ધી રોટલીનું સેવન કરવું હોય તો રોટલીના લોટમાં થોડા અજમા, સુકી મેથીના પાન, લીલા ધાણા ઉમેરીને લોટ બાંધો. લોટ બાંધવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. આ વસ્તુઓ ઉમેરેલી રોટલી ખાવાથી પાચનતંત્ર મજબૂત થશે અને શરીરની અંદર જામેલા ટોક્સિન ધીરે ધીરે બહાર નીકળવા લાગશે. 

આ વસ્તુઓ ઉમેરેલી રોટલી ખાવી દરેક માટે સુરક્ષિત અને ફાયદાકારક છે.જો તમે રોજ આ મસાલા ઉમેરેલી બે રોટલી પણ ખાવ છો તો તેનાથી શરીરને અનેક ફાયદા થશે. હેલ્થ એક્સપર્ટ અનુસાર આ રોટલી ખાવાથી શરૂઆતના સમયમાં પેટમાં દુખાવો કે ગેસની તકલીફ થઈ શકે છે પરંતુ તેનાથી ચિંતા કરવાની જરૂર નથી જ્યારે શરીર ડિટોક્ષ થતું હોય ત્યારે શરૂઆતમાં આવી તકલીફો રહે છે. હેલ્ધી રોટલી ખાવાની શરૂઆત બપોરના ભોજનથી કરવી જોઈએ. બપોરે ભોજનમાં આ હેલ્ધી રોટલી ખાધા પછી પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જેથી આંતરડામાં જામેલી ગંદકી પણ બહાર નીકળી જાય.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news