)
Healthy Way to Eat Dal Rice: મોટાભાગના ભારતીય લોકો દાળ ભાત ખાવાના શોખીન હોય છે. ઘણા લોકોના ઘરમાં બપોરે અથવા રાત્રે જમવામાં દાળ ભાત હોઈ જ છે. દાળ ભાત પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સહિત અનેક પોષક તત્વથી ભરપૂર હોય છે. ચોખામાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કહેવાય છે કે ચોખા ખાવાથી વજન વધે છે અને સાથે જ સુગર લેવલ પણ વધી શકે છે. પરંતુ જો તમે દાળ ભાતને યોગ્ય રીતે ખાવ છો તો કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. આજે તમને જણાવીએ દાળ ભાત ખાવાની સાચી રીત કઈ છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર દાળ ભાત ખાતી વખતે મોટાભાગના લોકો કાર્બ્સ અને પ્રોટીન વચ્ચે બેલેન્સ રાખતા નથી તેથી નુકસાન થઈ શકે છે. ઘણી વખત ચોખા વધારે પ્રમાણમાં હોય છે અને દાળ ઓછી હોય છે તેના કારણે પ્રોટીનનો સોર્સ ઓછો થઈ જાય છે અને કાર્બ્સ વધી જાય છે. પરંતુ જો તમે દાળ ભાત ખાતી વખતે પોર્શન મેનેજ કરો છો તો તેનાથી નુકસાન થતું નથી અને ફાયદો થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર દાળભાત ખાતી વખતે ચોખા પ્લેટમાં નહીં પરંતુ વાટકીમાં કાઢવા જોઈએ. એક વખતમાં એક વાટકી ભાત સાથે એક વાટકી દાળ અને શાકભાજીનો સમાવેશ કરવો આદર્શ ગણાય છે.
મોટાભાગના ભારતીય લોકો મોટી પ્લેટમાં ભાત લઇ નાની વાટકી દાળ લેતા હોય છે. જે દાળ ભાત ખાવાની ખોટી રીત છે. શરીરને કાર્બ્સની વધારે જરૂર હોતી નથી તેથી વધારે પ્રમાણમાં ભાત ખાવામાં આવે તો તે શરીરમાં ફેટ સ્ટોર કરે છે અને શુગર લેવલ પણ વધારે છે.
તેનાથી વિરુદ્ધ જો તમે એક વાટકીમાં ભાત લઇ તેની સાથે દાળ, પનીર, શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર અન્ય વસ્તુઓનો સમાવેશ કરો છો તો થાળીમાં પ્રોટીન કાર્બ્સ કરતાં વધારે હોય છે જેના કારણે ભાત ખાવાથી નુકસાન થતું નથી.
દાળભાત ખાવાની સાથે સીઝનલ શાક પણ ખાવા જોઈએ અને સલાડ પણ ખાવા જોઈએ જો તમે દાળ ભાત આ રીતે ખાશો તો શરીરમાં હેલ્ધી ફેટ બનશે અને ચોખા ખાવાથી થતા નુકસાનથી પણ બચી શકાશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)