સાઈલન્ટ કિલર બની હાઈ BP, શું હાઈ બ્લડ પ્રેશર તમારી આંખોને અસર કરી શકે છે?

આજના સમયમાં હાઈબીપીને નજરઅંદાજ કરવું ખતરનાક બની શકે છે. એટલે સમયસર યોગ્ય સારવાર અને શરીર પ્રત્યે ધ્યાન રાખશો તો આ સાઈલન્ટ બીમારીને માત આપી શકાય છે..

સાઈલન્ટ કિલર બની હાઈ BP, શું હાઈ બ્લડ પ્રેશર તમારી આંખોને અસર કરી શકે છે?

17 મેને આખી દુનિયામાં વર્લ્ડ હાઈપર ટેન્શન ડે તરીકે ઉજવવામાં આવે છે... આ ખાસ દિવસે જ નહીં પરંતુ દરરોજ આપણે શરીરની દરેક રક્ત વાહિનીઓ વિશે વિચારવું જોઈએ... કેમ કે તે દિવસ-રાત આપણા શરીર માટે કામ કરે છે. શું આપણે ક્યારેય તેની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીએ છીએ? શું આપણે ક્યારેય તે પૂછવાની તસ્દી લીધી છે કે બ્લડ પ્રેશર બરાબર છે કે નહીં? ત્યારે હવે કેમ આવું કરવાની જરૂર છે?

આ તમામ વાનગીઓના નામ સાંભળીને તમારા મોંમાં પાણી આવી ગયું ને...આ વાનગીઓ એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી હોય છે કે દરેક વ્યક્તિ તેને ખાવાનું પસંદ કરે છે... પરંતુ આવા ખોરાકના કારણે આજે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના જેવી મહામારીના પરિણામો તો તમે જોયા જ છે... પરંતુ હવે એક એવી બીમારી સામે આવી છે જેણે નાની વયથી લઈને તમામ ઉંમરના લોકોને પોતાના શિકાર બનાવવાનું શરૂ કર્યું છે. આ બીમારીનું નામ છે હાયપર ટેન્શન તે ચૂપચાપ લોકોના સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે.
.
એક સ્ટડી પ્રમાણે ભારતમાં દર 3માંથી 2 લોકો પ્રી-હાઈપરટેન્સિવ છે... એટલે કે તેમનું બીપી સામાન્યથી વધારે છે. ત્યારે હાઈ બ્લડ પ્રેશર કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તેના પર નજર કરીએ તો બ્રેન સ્ટ્રોકનું જોખમ વધે છે. દેખાવાનું બંધ એટલે આંખોની દ્રષ્ટિ જતી રહે છે. કિડનીને મોટું નુકસાન પહોંચી શકે છે. હાડકા નબળા પડી જાય છે. ડિપ્રેશન અને એન્ગ્ઝાયટીમાં વધારો થશે. હાર્ટને લગતાં રોગ વધી શકે છે...

હાઈપર ટેન્શનની સૌથી વધારે સમસ્યા આજના યુવાઓમાં જોવા મળે છે. કેમ કે આજના યુવાઓનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે. અનેક યુવાઓ રીલ્સની દુનિયામાં રચ્ચા-પચ્યા રહે છે. જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહે છે... શારીરિક રીતે નિષ્ક્રિય બની જાય છે. અનેક કિસ્સામાં તો ફોલોઅર્સ કે સબસ્ક્રાઈબર્સ વધારવાની ચિંતામાં યુવાઓ પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે.

પરંતુ એવું નથી કે આ બીમારીથી બચી શકાય નહીં.. પરંતુ તેના માટે તમારે કેટલાંક નિયમોનું પાલન ફરજીયાત કરવું પડશે. તેના પર નજર કરીએ તો દૈનિક કે અઠવાડિયામાં 3થી 4 દિવસ બ્લડ પ્રેશર ચેક કરો. ભોજનમાં સંતુલિત આહારનું સેવન કરો. દૈનિક અડધો કલાક એક્સરસાઈઝ કરવાનું રાખો. જીવનમાં તણાવ મેનેજમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરો. મીઠું કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ઓછું કરો. હંમેશા ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવાનું રાખો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news