)
Bad Cholesterol Symptoms: શરીર સારી રીતે કામ કરે તે માટે કોલેસ્ટ્રોલની જરૂર તો પડે છે પરંતુ ગુડ કોલેસ્ટ્રોલને બદલે જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે. બેડ કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફેટ હોય છે જે લોહીની નળીઓમાં જામી જાય છે. તેનાથી રક્ત પ્રવાહ બાધિત થા લાગે છે અને શરીરમાં રક્ત વ્યવસ્થિત રીતે પહોંચતું નથી. જ્યારે લોહીની નળીઓ બ્લોક થતી હોય ત્યારે શરીરમાં લોહી બરાબર રીતે પહોંચતું નથી અને તેના કારણે અંગોમાં દુખાવો રહે છે.
બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. એટલા માટે જ જરૂરી છે કે બેડ કોલેસ્ટ્રોલના લક્ષણોને સમયસર ઓળખી લેવા જોઈએ. આજે તમને જણાવીએ જ્યારે લોહીની નળીઓ બ્લોક થવાની શરુઆત થાય ત્યારે શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે.
કોલેસ્ટ્રોલ લેવલ વધતું હોય ત્યારે દેખાતા લક્ષણો
- કોલેસ્ટ્રોલ લેવલ વધતું હોય તો લોહીની નળીઓ બ્લોક થવા લાગે છે અને તેના કારણે છાતીમાં દુખાવો રહે છે.
- હાઈ કોલેસ્ટ્રોલના કારણે શ્વાસ ફુલવાની સમસ્યા થાય છે.
- નળીઓ બ્લોક થઈ ગઈ હોય તો થાક ઝડપથી લાગે છે અને નબળાઈ અનુભવાય છે.
-શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધે છે તો ચહેરા પર પીળા નિશાન દેખાય છે.
- ચહેરા પર આંખની આસપાસ નાની નાની પીળી ગાંઠો દેખાય શકે છે.
લોહીની નળીઓ બ્લોક થાય ત્યારે દેખાતા લક્ષણો
હેલ્થ એક્સપર્ટના જણાવ્યાનુસાર જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય અને તે લોહીની નળીઓમાં જામવા લાગે તો નળીઓ બ્લોક થઈ જાય છે. આ સમયે શરીરમાં દેખાતા લક્ષણોની વાત કરી તો તે નીચે દર્શાવ્યાનુસાર છે.
- લોહીની નળીઓ બ્લોક થઈ જાય તો હાર્ટ સુધી લોહી બરાબર પહોંચતું નથી જેના કારણે હૃદયમાં દુખાવો અનુભવાય છે. છાતીમાં ભારેપણું લાગે છે અને ગભરામણ પણ થાય છે.
- થોડું હલન ચલન કરવાથી પણ શ્વાસ ફુલવા લાગે છે.
- જ્યારે લોહીની નળીઓ બ્લોક થતી હોય છે ત્યારે આંગળીઓ ઠંડી પડી જાય છે. કારણ કે ત્યાં સુધી રક્ત બરાબર પહોંચતું નથી.
- શરીરમાં જો નળીઓ બ્લોક હોય અને બ્લડ ફ્લો બરાબર ન હોય તો નાની ઈજાને રુઝાતા પણ સમય લાગે છે.
જો આવા લક્ષણો જણાતા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો ડાયટમાં અને લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરો. જેમકે મેંદો, જંકફુડ અને તળેલો ખોરાક ન લેવો. આ સિવાય મીઠાઈનું સેવન પણ ન કરવું. આ ફેરફાર સાથે રોજ 30 મિનિટ કોઈપણ શારીરિક વ્યાયામ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)