કોરોના બાદ લોકોમાં અચાનક વધી આ બીમારી, દર્દીઓની સંખ્યામાં 15 ટકાનો થયો વધારો

Health Update : કોરોનાની અનેક આડઅસરો જોવા મળી છે, જેમાંથી એક છે થાપાનો ઘસારો... લોકોમાં આ સમસ્યા સતત વધી રહી છે.. ઓર્થોપેડિક સર્જને આ વિશે આપી ખાસ માહિતી 

કોરોના બાદ લોકોમાં અચાનક વધી આ બીમારી, દર્દીઓની સંખ્યામાં 15 ટકાનો થયો વધારો

Corona Virus Side Effect : કોરોના મહામારી તો જતી રહી, પણ કેટલીક બીમારીઓ આજીવન મનુષ્યના શરીરમાં ઘર કરી ગઈ છે. તેમાંથી એક છે થાપાનો ઘસારો. કોરોના બાદ થાપાના ઘસારાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે લોકોને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની જરૂર પડી રહી છે.  

આ વિશે ઓર્થોપેડિક સર્જન ડો. વ્રજેશ શાહે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારી બાદ થાપાના ઘસારાના દર્દીઓની સંખ્યામાં 15 ગણો વધારો થયો. કોરોના બાદ 25 થી 45 વર્ષના યુવાનો થાપાના ઘસારાનો ભોગ બન્યા છે. કોરોનાગ્રસ્ત લોકોનું લોહી જાડું થઈ જવાના કારણે થાપાની નસોમાં બ્લડ સપ્લાય ઓછું થઈ જતા દર્દી વધ્યા છે. સ્મોકિંગ, આલ્કોહોલ અને સ્ટિરોઈડ લેતા યુવાનો પણ થાપાના ઘસારાના દર્દી બન્યા છે. 

Add Zee News as a Preferred Source

તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ અઠવાડિયામાં 2 થાપાના ઘસારાના દર્દી આવતા હતા, જે હવે રોજ 3 જેટલા દર્દી આવતા થયા છે. જંક ફૂડ ખાવાથી લોકો ઘૂંટણના ઘસારાનો ભોગ બની રહ્યાં છે.  

ઘૂંટણના ઘસારાના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે વડોદરાની વાયરોક હોસ્પિટલે થાપાના ઘસારાની સર્જરી માટે ગુજરાતમાં પ્રથમ વખત રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂ કરી છે. જે દર્દીઓ માટે વરદાનરૂપ બની રહી છે. 

થાપા ઘસારા માટે શું કાળજી લેવી

  • આલ્કોહોલ, સ્મોકિંગ, સ્ટિરોઇડનો વપરાશ ટાળવો જોઈએ, આના કારણે સૌથી વધુ થાય છે. 
  • થાપાની એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય તો ત્વરિત સારવાર કરાવી લેવી જોઈએ, તો સર્જરી કરવી નહીં પડે. 

આટલું જરૂર કરો 

  • જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ
  • નિયમિત વ્યાયામ કરવું જોઈએ, રોજ 13 સૂર્યનમસ્કાર કરે તો શરીરના બધા સાંધા સ્વસ્થ રહે  
  • જેમને ઘૂંટણની તકલીફ થાય તેમને પલાઠી અને ઊભા પગે બેસવાનું ટાળવું જોઈએ. 
  • 55 વર્ષ બાદ લોકોમાં ઘૂંટણના કેસ જોવા મળે છે. 
  • બહેનોએ મેનોપોઝ સમયથી યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ આહારમાં અને દવામાં લેવું જોઈએ.
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news