)
What to do During Heart Attack: હ્રદયની બીમારી આજે દુનિયામાં મોતનું સૌથી મોટું કારણ બની રહી છે. વર્ષ 2022મા આશરે 2 કરોડ લોકોના મોત હ્રદય સાથે જોડાયેલી બીમારીને કારણે થયા, જેમાં મોટા ભાગના હાર્ટ એટેક અને સ્ટ્રોક હતા. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ દર વર્ષે હ્રદય રોગથી લાખોની સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. આ દર્શાવે છે કે હાર્ટ એટેક કેટલી ગંભીર બીમારી છે અને સમય પર કાર્યવાહી કેમ જરૂરી છે. તાજેતરમાં ડો. ક્રિસ્ટાબેલ એકિનોલાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે એક એવી વ્યક્તિનો ઉલ્લેખ કર્યો જેણે હાર્ટ એટેકના લક્ષણ ઓળખી તત્કાલ પગલાં ભર્યા અને પોતાનો જીવ બચાવ્યો. ડોક્ટરે જણાવ્યું કે તે વ્યક્તિએ શું કર્યું જેનાથી તેનો જીવ બચી ગયો અને કેમ આ પગલાં જરૂરી છે.
અચાનક હાર્ટ એટેક આવે તો શું કરવું?
સૌથી પહેલા ઈમરજન્સી સેવાનો કોલ કરો. જો તમને હાર્ટ એટેકના લક્ષણનો અનુભવ થઈ રહ્યો હોય તો તત્કાલ ઈમરજન્સી સેવાને કોલ કરો અને ડિસ્પેચરને જણાવો કે તમે કઈ સ્થિતિમાં છો. ફોનને સ્પીકર પર રાખો જેથી તમારા બંને હાથ ફ્રી રહે અને ગાઇડેન્સનું પાલન કરી શકો. તમારૂ લોકેશન, એલર્જી અને દવાની જાણકારી સ્પષ્ટ રૂપથી જણાવો. ખુદ ગાડી ચલાવી હોસ્પિટલ જવાનો પ્રયાસ ન કરો, એમ્બ્યુલન્સની રાહ જુઓ જેથી તત્કાલ સારવાર ચાલું થઈ જાય.
જો તમે ભાનમાં છો અને એસ્પિરિનથી એલર્જી નથી, તો એક નોન-કોટેડ એસ્પિરિન (લગભગ 300 mg) ચાવી લો. તેને ચાવવાથી દવા જલ્દી અસર કરે છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું કે હાર્ટ એટેકના શરૂઆતી લક્ષણો બાદ એસ્પિરિન લેવાથી મોતનો ખતરો આશરે 25 ટકા સુધી ઘટી શકે છે.
એક્સપર્ટે શું કહ્યું?
ડૉ. અકિનોલાએ સોશિયલ મીડિયા પર વાયરલ કફ સીપીઆર ટેકનિક, ઊંડા શ્વાસ લેવાની અને જોરથી ઉધરસ ખાવાને લઈને ચેતવણી આપી. તેમણે કહ્યું કે આ ટેકનિક કેટલાક કિસ્સાઓમાં ફક્ત તબીબી દેખરેખ હેઠળ જ ઉપયોગી થઈ શકે છે, પરંતુ ઘરે એકલા તેનો ઉપયોગ કરવો ખતરનાક બની શકે છે. જો તમને હાર્ટ એટેકના લક્ષણોનો અનુભવ થાય છે, તો આ જાતે અજમાવો નહીં; તેના બદલે, તાત્કાલિક મદદ લો. જો તમને ચક્કર આવે કે નબળાઈ લાગે, તો સૂઈ જાઓ અને તમારા પગને ટેકા પર સહેજ ઉંચા રાખો. આનાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને થોડી રાહત મળી શકે છે, જોકે તે કોઈ ઈલાજ નથી, પરંતુ એક કામચલાઉ ટેકો છે.
આ દરમિયાન ખુદને શાંત રાખવાનો પ્રયાસ કરો. ડર અને ગભરામણથી હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધી જાય છે, જેનાથી સ્થિતિ બગડી શકે છે. ઊંડા શ્વાસ લો, બેસી જાવ કે સૂઈ જાવ, કપડા ઢીલા કરો અને કોઈ સાથે વાત કરો તેનાથી હ્રદય પર ભાર ઓછો થશે. જો ઘરમાં એકલા રહો છો તો પહેલાથી કેટલીક તૈયારી કરી લો. ફોન હંમેશા પાસે રાખો. દરવાજાને એવી રીતે બંધ કરો કે જરૂર પડવા પર લોકો પહોંચી શકે અને દવાઓ તથા એલર્જીનું લિસ્ટ પાસે રાખો જેથી ડોક્ટરોને જાણકારી મળી શકે.
સૌથી જરૂરી વસ્તુ
હાર્ટ એટેક આવે તો શરૂઆતી 10 મિનિટ સૌથી મહત્વની હોય છે. જો તમે એકલા છો અને તત્કાલ આ પગલાં ભરો છો તો તમારો જીવ બચવાની સંભાવના વધી જાય છે. સમય પર કરવામાં આવેલી કાર્યવાહી મોટી સારવાર છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.