)
Health News: ખરાબ ખાનપાન અને વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે ગેસ એસિડિટી જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે. આજકાલ ઘણા લોકો તેનાથી પરેશાન રહે છે. એસિડિટીને મેડિકલી ભાષામાં ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફલક્સ ડિઝીસ (GERD) ના નામથી ઓળખવામાં આવે છે. એસિડિટીને કારણે ઘણીવાર ખાટા ઓડકાર પણ આવે છે.
ગેસ અને એસિડિટીની સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેટમાં ગેસ અને એસિડની માત્રા વધી જાય છે, જેથી પેટમાં બળતરા, એસિડિટી, પેટ ફૂલવું કે છાતીમાં બળતરા જેવી સમસ્યા થવા લાગે છે. ગેસ અને એસિડિટી થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાં ખોટા ખાન-પાન, પાચન તંત્રની સમસ્યા કે તણાવ અને ચિંતા સામેલ છે.
જો તમે ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહો છો તો અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ જે તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ ઉપાયો દ્વારા તમે ગેસ અને એસિડિટીમાં તત્કાલ રાહત મેળવી શકો છો.
અજમો
ગેસ અને એસિડિટીની પરેશાની દૂર કરવા માટે અજમો ઉપયોગી છે. અજમામાં આ પરેશાનીને ઘટાડવાનો ગુણ છે. તમે અજમાનું પાણી પી શકો છો કે ચાવીને તેનું સેવન કરી શકો છો. તમને થોડા સમયમાં રાહત મળી જશે.
લીંબુ અને મધ
જો તમે ગેસ અને એસિડિટીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો લીંબુ અને મધનું મિશ્રણ તમને રાહત પહોંચાડી શકે છે. ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર કરવા માટે લીંબુના રસમાં મધ મિક્સ કરી પી શકો છો. આમ કરવાથી તમને થોડા સમયમાં આરામ મળી જશે.
કાલા નમક
ગેસ અને એસિડિટી દૂર કરવા માટે કાલા નમક ફાયદાકારક છે. કાલા નમકમાં ગેસ અને એસિડિટી ઘટાડવાના અચૂક ગુણ છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કાલા નમકને પાણીમાં નાખી પી શકો છો.
ફુદીનો
ગેસ અને એસિડિટીમાં ફુદીનો પણ તમે રાહત અપાવી શકે છે. ફુદીનામાં ગેસ અને એસિડિટીની સમસ્યાને ઘટાડવાના ગુણ હોય છે. જો તમે આ સમસ્યાથી પીડાવ છો તો તમે ફુદીનાના પાંદડા ચાવી શકો છો કે તેનો રસ પી શકો છો. થોડીવારમાં તમને રાહત મળી જશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.