)
Period Pain: મહિનાના 4 થી 5 દિવસ દરેક મહિલા માટે પરેશાનીભર્યા હોય છે. આ દિવસો હોય છે માસિક સમયના. માસિક સમયે દુખાવો, મૂડ સ્વિંગ સહિતની સમસ્યા મહિલાઓને સહન કરવી પડે છે. ઘણીવાર તો માસિક સમયે દુખાવો એટલો વધી જાય છે કે ઘણી મહિલાઓને પેનકિલરની મદદ લેવી પડે છે. જો કે દુખાવા માટે દવા ખાવી જરૂરી નથી. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને માસિકની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
નમક ઓછું ખાવું
જો માસિક સમયે થતા દુખાવાથી બચવું હોય તો માસિકના સમય દરમિયાન આહારમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું. જો ભોજનમાં ઉપરથી મીઠું ખાવાની આદત હોય તો તેને છોડી દો. વધારે મીઠું ખાવાથી ક્રેમ્પની સમસ્યા વધી શકે છે અને બ્લોટિંગ પમ થઈ શકે છે. માસિક દરમિયાન જંક ફુડ, પ્રોસેસ્ડ ફુડ ખાવાનું ટાળવું કારણ કે તેમાં સોડિયમ વધારે હોય છે. આવો આહાર માસિક સમયે પરેશાની વધારી શકે છે.
હાઈજીન પર ધ્યાન આપવું
નોર્મલ રુટીન કરતાં વધારે હાઈજીન માસિક સમયે જાળવો. માસિક સમયે પ્રાઈવેટ પાર્ટની સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપો. એક જ સેનેટરી પેડ કે ટૈંપૂન કલાકો સુધી યુઝ ન કરો. 4 થી 5 કલાકમાં તેને ચેન્જ કરવાનું રાખો. કલાકો સુધી પેડ ચેન્જ ન કરવાથી બેક્ટેરિયલ ગ્રોથ વધી જાય છે, વાસ આવે છે. આ સ્થિતિમાં ઈન્ફેકશન અને રૈશેઝ પણ થઈ શકે છે. જે માસિકની તકલીફને વધારી શકે છે.
સમય પર ભોજન કરો
માસિક દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે તે માટે સમય પર આહાર કરવો જરૂરી છે. માસિક સમયે ખાલી પેટ રહેવું નહીં. તેનાથી શરીરમાં એનર્જી પણ ઘટી જાય છે. ભૂખ્યા પેટ રહેવાથી મૂડ વધારે ખરાબ રહે છે. માસિક સમયે એવો આહાર લેવો જેનાથી શરીરને પોષણ મળે.
મસાજ કરો
માસિક સમયે થતા દુખાવાથી રાહત મેળવવા માટે 20 મિનિટ એસેંશિયલ ઓઈલથી મસાજ કરો. જેમકે પેટ, કમર, પીઠનો નીચેના ભાગે પણ હળવા હાથે મસાજ કરો. તેનાથી દુખાવો ઓછો થશે. માસિક સમયે મસાજ માટે લેવેન્ડર ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય નાળિયેર તેલ, બદામનું તેલ પણ વાપરી શકો છો.
ચા-કોફી પીવાથી બચો
માસિક દરમિયાન વધારે માત્રામાં ચા કે કોફી પીવાનું ટાળો. કોફી કે ચા વધારે પીવાથી દુખાવો વધી શકે છે. એક રીસર્ચ અનુસાર માસિક સમયે ચા કે કોફી વધારે પીવામાં આવે તો માસિક લાંબું ચાલી શકે છે અને બ્લીડિંગ પણ વધારે થાય છે.
વ્યાયામ કરો
માસિક દરમિયાન વ્યાયામ કરવું લાભકારી છે. વ્યાયામ કરવાથી શરીરમાં એંડોર્ફિન હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. આ હોર્મોન દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. માસિક દરમિયાન વોક, યોગા, સ્ટ્રેચિંગ વગેરે કરી શકો છો. માસિક સમયે 30 થી 40 મિનિટ વ્યાયામ કરવાથી લાભ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)