Health Tips: વિટામિન-ઇ કેપ્સ્યુલ તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને ચહેરા પર લગાવી શકો છો. આ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તમે વિટામિન-ઇ કેપ્સ્યુલની પેસ્ટને 20-25 મિનિટમાં પાણીથી સાફ કરી શકો છો અથવા તેને રાતોરાત પણ છોડી શકો છો.

Health Tips: વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ, ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. ઘણા લોકો તેમની ત્વચા સંભાળની દિનચર્યામાં વિટામિન E કેપ્સ્યુલ્સનો સમાવેશ કરે છે. આ ઉપરાંત, ઘણી ત્વચા સંભાળ ઉત્પાદનોમાં વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ પણ હોય છે. વિટામિન ઇ એક પ્રકારનું એન્ટીઑકિસડન્ટ છે, જે સ્કીનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘણીવાર લોકો દરરોજ રાત્રે વિટામિન ઇ ઓઈલ લગાવવાનું પસંદ કરે છે. પરંતુ શું દરરોજ ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ લગાવવી યોગ્ય છે? અથવા અઠવાડિયામાં કેટલી વાર ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ લગાવવું જોઈએ? અથવા વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ લગાવવાથી શું ફાયદા થાય છે?
અઠવાડિયામાં કેટલી વાર વિટામિન E કેપ્સ્યુલ લગાવવી જોઈએ?
તમને જણાવી દઈએ કે વિટામિન-ઈ કેપ્સ્યુલ ઓઈલી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે અઠવાડિયામાં 2-3 વાર તમારા ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ લગાવી શકો છો. જો તમે ઈચ્છો તો, તમે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર વિટામિન-ઈ કેપ્સ્યુલ ઓઈલ લગાવી શકો છો. પરંતુ, વિટામિન E કેપ્સ્યુલ ઓઈલ સીધા ચહેરા પર ન લગાવો. તમે તમારા ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલને કોઈપણ મોઇશ્ચરાઇઝર અથવા નારિયેળ તેલ સાથે મિક્સ કરીને લગાવી શકો છો.
ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ લગાવવાના ફાયદા
ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ ઓઈલ કેવી રીતે લગાવવું?
(Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)