)
Home Remedy for Cholesterol and Diabetes: સવારનું પ્રથમ કિરણ જે રીતે આપણા શરીરને ઉર્જાથી ભરી દે છે, તેમ કેટલીક પ્રાકૃતિક વસ્તુ આપણા સ્વાસ્થ્યને આજીવન સુરક્ષિત બનાવી શકે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જો દિવસની શરૂઆત કેટલાક ખાસ ઔષધીય છોડથી કરવામાં આવે તો ન માત્ર બીમારીઓ દૂર રહે છે પરંતુ શરીર પણ અંદરથી મજબૂત બને છે.
ડોક્ટર અને નિષ્ણાંતો પ્રમાણે જો દરરોજ સવારે વાસી મોઢે એક-બે પાન મીઠો લીમડો ચાવો છો કો હાર્ટની બીમારી, સુગર અને પાચન સંબંધી સમસ્યામાં બચાવ થાય છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ
આજકાલ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. પરંતુ સવારે ખાલી પેટે મીઠો લીમડો ચાવવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ (HDL) નું સ્તર વધે છે. આ હૃદયની ધમનીઓ સાફ રાખે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠો લીમડો કોઈ દવાથી ઓછો નથી. તેમાં રહેલ એન્ટી-ડાયાબિટીક ગુણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. દરરોજ તેનું સેવન કરવાથી ઇંસુલિનની કાર્યક્ષમતા સુધરે છે અને સુગર અચાનક વધવાથી રોકી શકાય છે. આ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડાયટમાં લીમડાને જરૂર સામેલ કરવા જોઈએ.
પાચન તંત્રનું રાખશે ધ્યાન
સવારે ખાલી મીઠા લીમડાના પત્તા ચાવવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટીની સમસ્યા ઘટાડે છે. તેમાં રહેલું ફાઇબર આંતરડા સાફ કરે છે અને શરીરને હળવાશ અનુભવે છે.
વજન ઘટાડવામાં સહાયક
જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તેના માટે પણ મીઠા લીમડાના પાન રામબાણ છે.
સેવન કરવાની રીત
સવારે વાસી મોઢે 5 લીમડાના પાન ચાવો
ત્યારબાદ સાદુ હુંફાળુ પાણી પીવો.
તમે ઈચ્છો તો લીંબુ પાણી કે સ્મુધીમાં તેને મિક્સ કરી શકો છો.
કુદરતે આપણને ઘણી બધી ઔષધીય વસ્તુઓ આપી છે, જેનું નિયમિત સેવન આપણને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. તેમાંથી એક લીમડો છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણ, ડાયાબિટીસ નિયંત્રણ, સારી પાચનશક્તિ અને વજન ઘટાડવા જેવી દરેક સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.