)
Autism Symptoms: બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે ઘણા માતાપિતા તેનામાં અન્ય બાળકોની સરખામણીમાં અલગ વ્યવહાર જોતા હોય છે પરંતુ તેમને એ વાતનો ખ્યાલ હોતો નથી કે બાળકને શું સમસ્યા છે. માતાપિતા બાળકોને બધું જ શીખવવાનો પ્રયત્ન કરે છે પરંતુ બાળક તેના માટે સક્ષમ નથી હોતું. આવું ઓટીઝમના કારણે હોય શકે છે. આજે તમને જણાવીએ ઓટીઝમ એટલે શું અને બાળકોમાં ઓટીઝમના લક્ષણો કેવા હોય છે?
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર બાળકોના વિકાસ દરમિયાન તેનો વ્યવહાર જોઈને જાણી શકાય છે કે બાળકને ઓટીઝમ છે કે નહીં. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે જે એક ન્યૂરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે. આ સમસ્યા બાળકના સામાજિક વ્યવહાર, સંવાદ કરવાની ક્ષણતા અને અન્ય ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. ઓટીઝમની ખબર જેટલી ઝડપથી પડે એટલું સારું ગણાય છે. કારણ કે તેનાથી બાળકની સારવાર યોગ્ય સમયે શરુ થઈ શકે છે.
બાળકમાં ઓટીઝમના લક્ષણો
કોમ્યુનિકેશનમાં સમસ્યા
જે બાળકને ઓટીઝમ હોય તેને લોકો સાથે કોમ્યુનિકેશન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ તો તેમને આઈ કોન્ટેક્સ કરવામાં સમસ્યા, ચહેરાના હાવભાવને સમજવામાં સમસ્યા થતી હોય છે.
રિસ્પેક્ટિવ બિહેવિયર
જો બાળકમાં વારંવાર હલવાની, ફફડવાની કે અન્ય કોઈ ગતિવિધિ જોવા મળે છે તો તે ઓટીઝમનું લક્ષણ હોય શકે છે. આ ઉપરાંત ઓટીઝમમાં બાળકને ખાસ વિષયો અને વસ્તુમાં ગાઢ રુચી પણ હોય શકે છે.
સંવેદનશીલતા
ઓટીઝમથી પીડિત વ્યક્તિ સેંસરી પ્રોસેસિંગ ડિફિકલ્ટીનો અનુભવ કરે છે. જેમાં કેટલાક દ્રશ્યો, અવાજ, ગંધ, સ્વાદ કે બનાવટ પ્રત્યે અતિસંવેદનશીલતા કે હાઈપરસેંસિટિવિટી બાળકને થઈ શકે છે.
ભાષાનો વિકાસ મોડો થાય
જે બાળકોને ઓટીઝમની સમસ્યા હોય તેમને ભાષા શીખવામાં સમસ્યા થાય છે. તેઓ વાતચીત કરવામાં પણ સમસ્યા અનુભવી શકે છે. જો બાળકો સામાન્ય બાળકની સરખામણીમાં બોલવાનું મોડું શીખે તો તે ઓટીઝમનું લક્ષણ હોય શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)