ગુજરાતી ન્યૂઝHealthHealth Care: યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી ? જાણી લો જરૂરી ટીપ્સ

Health Care: યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી ? જાણી લો જરૂરી ટીપ્સ

Health Care Tips: જ્યારે યુદ્ધ જેવી ઈમરજન્સી સ્થિતિ સર્જાય છે ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ જાય છે. આજે તમને જણાવીએ એવી જરૂરી વાતો વિશે જેને ફોલો કરી તમે શરીર અને મનની તંદુરસ્તી જાળવી શકો છો.

Health Care: યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખવી ? જાણી લો જરૂરી ટીપ્સ

Health Care Tips: જ્યારે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ હોય તો દેશભરના લોકોના મનમાં પણ ચિંતા અને ડર વધી જાય છે. યુદ્ધ જેવી સ્થિતિ સામાન્ય લોકોના જીવનને પણ અસર કરે છે અને તેમના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. કારણ કે તે સમયે આસપાસ ડરનું વાતાવરણ હોય છે. જે શારીરિક અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. તેથી આજે તમને જણાવીએ કે યુદ્ધ જેવી સ્થિતિમાં પોતાનું ધ્યાન કઈ રીતે રાખી શકાય.

Add Zee News as a Preferred Source

મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખો

યુદ્ધ જેવી સ્થિતિમાં મનમાં ડર અને ચિંતા રહે છે. આ સમયે પોતાના ડરને છુપાવવાનો પ્રયત્ન ન કરો. આ સ્થિતિમાં પોતાના કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરો. તમે પોતાના સ્ટ્રેસ સંબંધિત બાબતો ડાયરીમાં લખી શકો છો. ખાસ તો આવા સમયે સોશિયલ મીડિયા અને ફેક ન્યુઝથી બચવાનો પ્રયત્ન કરો.

આહાર સમયસર લેવો

ઘરમાં જરૂરી વસ્તુઓનો સ્ટોક રાખો. અનાજ, દાળ, સુકા મેવા, રેડી ટુ ઈટ ફુડ અને પીવાના પાણીનો સ્ટોક રાખો. સાથે જ સ્ટ્રેસના કારણે આહાર લેવાનું બંધ ન કરો. સમયસર જેટલી ભુખ હોય એટલો આહાર લેવો.

ઊંઘ કરો

સ્ટ્રેસફુલ વાતાવરણમાં ઊંઘ આવવી મુશ્કેલ છે પરંતુ પ્રયત્ન કરો કે નિયમિત પુરતી ઊંઘ થાય. રાતના સમયે મોબાઈલ કે લેપટોપ ન વાપરો. લાઈટ મ્યુઝીક સાંભળો અથવા પુસ્તક વાંચો.

મેડકલ કિટ તૈયાર રાખો

પોતાની પાસે ફર્સ્ટ એડ કિટ જરૂરથી રાખો. જેમાં પેનકિલર, બેન્ડેજ, એન્ટી સેપ્ટિક, તાવ, શરદી, પેટના દુખાવાની દવા, થર્મોમીટર, સેનિટાઈઝર, માસ્ક જેવી વસ્તુઓ હોય. સાથે જ દિવસ દરમિયાન ફિઝિકલી એક્ટિવ રહો.

જરૂરી ડોક્યુમેન્ટ અને હેલ્પલાઈન નંબર

કોઈપણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટેના ઈમરજન્સી નંબર નોંધી રાખો. સરકારની ગાઈડલાઈનનું પાલન કરો અને જરૂરી ડોક્યુમેન્ટને ફાઈલ કરી એક જગ્યાએ રાખો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news