Ice Apple: શરીર માટે નેચરલ કૂલર છે ગલેલી, ગરમીમાં આ ફળ ખાવાથી બીમારીઓ આસપાસ પણ ફરકતી નથી

Ice Apple Benefits: કેટલાક એવા ફળ પણ છે જેને ખાવાથી ઉનાળામાં શરીરને લાભ થાય છે. આવા જ ફળોમાંથી એક છે આઈસ એપલ જેને બોલચાલની ભાષામાં ગલેલી કે તાડફળી પણ કહેવામાં આવે છે.આ ફળ ખાવાથી શરીરને થતા લાભ વિશે આજે તમને જણાવીએ.
 

Ice Apple: શરીર માટે નેચરલ કૂલર છે ગલેલી, ગરમીમાં આ ફળ ખાવાથી બીમારીઓ આસપાસ પણ ફરકતી નથી

Ice Apple Benefits: આઈસ એપલ જેને ગલેલી કે તાડફળી પણ કહેવામાં આવે છે. આ ફળ બરફના ગોળા જેવું સફેદ દેખાય છે. આ ફળ રસદાર હોય છે. આઈસ એપલ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ફળ ઉનાળામાં શરીરને ઠંડુ રાખવાની સાથે બીમારીઓ સામે લડવાની શક્તિ પણ આપે છે. 

આ ફળની બનાવટ જેલી જેવી હોય છે અને તે નાળિયેરના ગર જેવું સ્વાદિષ્ટ હોય છે. આ નાનકડું ફળ પાવર પેક હોય છે. આ ફળ વિટામીન સી, વિટામીન કે, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે. આ ફળ ખાવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. 

ખાસ કરીને આ ફળ ઉનાળા દરમિયાન ખાવું જોઈએ. ઉનાળામાં આ ફળ ખાવાથી શરીરને લાભ થાય છે. આ ફળ શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે. આ ફળને શરીર માટે નેચરલ કુલર પણ કહેવાય છે. કારણ કે તાડફળી શરીરને કુદરતી ઠંડક આપે છે. 

તાડફળી ખાવાના 5 સૌથી મોટા ફાયદા 

1. આઈસ એપલમાં 90 ટકા પાણી હોય છે, આ પાણી શરીરની પાણીની ઉણપને પણ દૂર કરે છે. ગરમીમાં આ ફળ ખાવાથી શરીર નેચરલી ઠંડુ રહે છે. 

2. આ ફળ વિટામીન સી અને અન્ય મિનરલ્સથી ભરપૂર હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને વાયરલ બીમારીઓથી બચાવે છે. 

3. ગરમીઓમાં ત્વચા પર રૈશિસ બળતરા અને ટૈનિંગ થઈ જાય છે. આઈસ એપલ ખાવાથી ત્વચાને આવી સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચા પર નિખાર આવે છે. 

4. આ ફળમાં કેલેરી ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે તેને ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. તેથી વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે આ ફળ બેસ્ટ રહે છે. 

5. આઈસ એપલમાં ફાઇબર હોય છે જે કબજિયાત, એસિડિટી અને બ્લોટીંગ જેવી સમસ્યાઓથી રાહત આપે છે એટલે કે આ ફળ પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news