Health Tips: ખતરનાક બીમારીથી બચવું હોય તો દર 3 મહિને કરાવી લેવા આ 4 ટેસ્ટ
Basic Health Checkup Tests: આજે ક્યારે કોને ગંભીર બીમારી થઈ જાય કંઈ નક્કી રહેતું નથી. બીમારી શરીરમાં વધી જાય ત્યારે ખબર પડે તો ઘણીવાર સ્થિતિ ગંભીર બની જાય છે. આવું ન થાય તે માટે દરેક વ્યક્તિએ દર 3 મહિને આ 4 સામાન્ય ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આ 4 ટેસ્ટમાં ખર્ચ પણ ઓછો થાય છે અને તેના વડે જાણી શકાય છે કે શરીર અંદરથી સ્વસ્થ છે કે નહીં.
Trending Photos
)
Basic Health Checkup Tests: આજની દોડધામ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પરેશાન જોવા મળે છે. તેવામાં જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ બને અને નાની નાની બાબતોમાં પણ બેદરકારી કરવાનો ટાળે. હેલ્થ એક્સપર્ટ અનુસાર દરેક વ્યક્તિએ સમયાંતરે કેટલાક હેલ્થ ટેસ્ટ કરાવવા જોઈએ. દર ત્રણ મહિને કેટલાક હેલ્થ ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે. જો આ ટેસ્ટ કરાવી લેવામાં આવે તો ગંભીર બીમારી વિશે સમય રહેતા ખબર પડી શકે છે અને તેની સારવાર પણ ઝડપથી શરૂ થઈ શકે છે. આ ત્રણ ટેસ્ટ કર્યા છે ચાલો જાણીએ.
બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર આજના સમયની એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, તેથી લોકો તેની ગંભીરતાને ધ્યાને લેતા નથી પરંતુ તમને જણાવી દઈએ કે હાર્ટના સ્વાસ્થ્ય પર બ્લડ પ્રેશર ખરાબ રીતે અસર કરી શકે છે. હાઈ બીપીના કારણે હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડની ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી બ્લડ પ્રેશર ટેસ્ટ કરાવો જરૂરી હોય છે આ ટેસ્ટ ખુબ જ સરળ હોય છે અને ઓછા ખર્ચે ઓછા સમયમાં થઈ શકે છે તેથી દર ત્રણ મહિને બ્લડ પ્રેશર ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
બ્લડ સુગર ટેસ્ટ
ડાયાબિટીસ ખતરનાક બીમારી છે જે શરીરને ધીરે ધીરે ખતમ કરે છે. તેથી જ ડાયાબિટીસને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ડાયાબિટીસમાં ગંભીરતા વધી ન જાય તે માટે જરૂરી છે કે બ્લડ સુગર કંટ્રોલમાં રહે. તેથી બ્લડ સુગર ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે. દર ત્રણ મહિને ફાસ્ટિંગ અને પોસ્ટ મીલ બ્લડ સુગર ટેસ્ટ કરાવી લેવું જોઈએ. ખાસ કરીને એવા લોકોએ જેમના પરિવારમાં પહેલાથી જ કોઈ ડાયાબિટીસના દર્દી હોય તો તેમણે તો દર ત્રણ મહિને ટેસ્ટ કરાવવો જ જોઈએ.
કોલેસ્ટ્રોલ ટેસ્ટ
કોલેસ્ટ્રોલ ટેસ્ટ કે લિપિડ પ્રોફાઈલ પણ દર ત્રણ મહિને કરાવવું જોઈએ. તેનાથી ખબર પડે છે કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું વધ્યું છે કે ઘટ્યું છે. શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ ઘણી બધી ગંભીર સમસ્યા સર્જી શકે છે તેથી જ કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવી લેવું જોઈએ જેથી હાર્ટ સંબંધિત બીમારીથી બચી શકાય.
CBC
CBC એક બેઝિક ટેસ્ટ છે જેને કરાવવાથી શરીર સંબંધિત મહત્વની જાણકારી મળે છે. આ ટેસ્ટના માધ્યમથી જાણી શકાય છે કે શરીરમાં રેડ બ્લડ સેલ્સ, વાઈટ બ્લડ સેલ્સ, હિમોગ્લોબીન અને પ્લેટલેટ કાઉન્ટ કેટલા છે. શરીરમાં કોઈ ગંભીર બીમારી વધી રહી હોય તો તેના લક્ષણો વિશે પણ આ ટેસ્ટ વડે જાણી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














