Ajwain Side Effects: અજમાનું પાણી શરીર માટે અમૃત ગણાય છે. તેને પીવાથી સોજા કંટ્રોલમાં રહે છે, દુખાવા મટે છે અને અન્ય ઘણા લાભ થાય છે. પરંતુ 5 બીમારી એવી પણ છે જેમાં અજમાનું પાણી નુકસાન કરે છે. આ બીમારી કઈ છે ચાલો જાણીએ.

Ajwain Side Effects: અજમાના નાના નાના દાણા કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં અમૃત સમાન ગણાય છે. આ મસાલાનો તીખો સ્વાદ અને તેના ગુણ શરીરની કેટલીક સમસ્યામાં ઔષધી સમાન અસર કરે છે. અજમામાં થાયમોલ નામનું યૌગિક હોય છે જે એન્ટી બેક્ટેરિયલ અને પાચન સંબંધિત ગુણ માટે જાણીતું છે. અજમા ખાલી એક મસાલો નથી પરંતુ તેનાથી ઘણી બીમારીનો ઈલાજ પણ થાય છે. અજમાનું સેવન કરવાથી શરીરને જેટલા લાભ થાય છે તેનાથી વધુ નુકસાન પણ થઈ શકે છે.
અજમાના પાણીને લોકો ડિટોક્સ વોટર તરીકે પીવાનું પસંદ કરે છે. આ પાણી સવારે ખાલી પેટ લોકો પીતા હોય છે. સામાન્ય લોકો માટે અજમો લાભકારી હોય શકે છે. પરંતુ 5 બીમારી હોય તેઓ જો અજમાનું પાણી પીવાનું શરુ કરી દે છે તો તેમને નુકસાન થઈ શકે છે. તો ચાલો આજે જાણીએ કે અજમાનું પાણી પીવાથી કોને લાભ થાય અને કોણે આ પાણી ન પીવું.
અજમાનું પાણી પીવાના ફાયદા
અજમાનું પાણી સોજા કંટ્રોલ કરે છે અને દુખાવાથી મુક્તિ અપાવે છે. જે લોકોનું યૂરિક એસિડ હાઈ રહેતું હોય તેઓ અજમાનું પાણી પીવે તો દુખાવા અને સોજાથી રાહત મળે છે. આ પાણીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે શરદી અને ઉધરસથી મુક્તિ અપાવે છે.
અજમાનું પાણી કઈ 5 સમસ્યામાં ઝેર સમાન અસર કરે છે?
1. જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યા હોય તેમણે અજમાનું પાણી પીવાનું ટાળવું જોઈએ. સ્કિન પર દાણા, ખીલ, ખંજવાળ જેવી સમસ્યા હોય તો અજમાનું પાણી ભુલથી પણ પીવું નહીં.
2. ગર્ભાવસ્થા દરમિયાન અજમાનું પાણી પીવું યોગ્ય નથી. અજમામાં રહેલું થાયમોલ ગર્ભાશયની માંસપેશીઓને ઉત્તેજિત કરે છે જેના કારણે મિસકેરેજનું જોખમ વધી શકે છે. અજમાની તાસીર ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થામાં તેનું સેવન ન કરવું જોઈએ.
3. પેટમાં બળતરા અને અલ્સર હોય તેમના માટે પણ અજમાનું પાણી યોગ્ય નથી. અજમામાં રહેતા તત્વો પેટમાં બળતરા અને બેચેની વધારી શકે છે. અલ્સર હોય અને અજમાનું પાણી પીવામાં આવે તો ખાટા ઓડકાર અને ઉલટીની તકલીફ થઈ શકે છે.
4. જે લોકોનું બ્લડ પ્રેશર હાઈ રહેતું અને બ્લડ સુગર લો રહેતું હોય તેમણે પણ અજમાનું પાણી પીવું નહીં. અજમાની ગરમ તાસીર બ્લડ પ્રેશર વધારી શકે છે. અજમાનું પાણી પીવાથી બ્લડ સુગર વધારે લો થઈ શકે છે. આ બંને સ્થિતિ જોખમી છે.
5. જે લોકોને એલર્જી હોય તેમણે અજમાનું પાણી પીવું નહીં. એલર્જીવાળા લોકો અજમાનું પાણી પીવે છે તો સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)