Jamun: ઉનાળામાં મળતું સ્વાદિષ્ટ ફળ સ્વાસ્થ્ય માટે જાદૂ, જાણો કયા કયા ગુણથી ભરપુર હોય છે જાંબુ

Jamun Benefits: ગરમીની સીઝનમાં કેરી, જાંબુ, તરબુચ, શક્કરટેટી સહિતના ફળ માર્કેટમાં જોવા મળે છે. આ ફળોમાંથી જાંબુ શરીર માટે અમૃત સમાન સાબિત થશે. 

Trending Photos

Jamun: ઉનાળામાં મળતું સ્વાદિષ્ટ ફળ સ્વાસ્થ્ય માટે જાદૂ, જાણો કયા કયા ગુણથી ભરપુર હોય છે જાંબુ

Jamun Benefits: જાંબુ દેખાવમાં નાનકડું ફળ છે પરંતુ તે શરીરને મોટા મોટા ફાયદા કરે છે. ઉનાળામાં મળતું આ સ્વાદિષ્ટ ફળ શરીર માટે ફાયદાકારક હોય છે. સ્વાદમાં મીઠું આ ફળ એવા ગુણ ધરાવે છે જેના વિશે જાણીને પણ તમને આશ્ચર્ય થશે. આજે તમને જાંબુના આવા જ ફાયદા વિશે આજે તમને જણાવીએ જેના કારણે જાંબુ શરીર માટે વરદાન સમાન બની જાય છે. 

ગ્લુકોઝ અને ફ્રકટોઝથી ભરપૂર 

જાંબુ ભારત સહિત સાઉથ એશિયામાં ખૂબ જ મળતું ફળ છે. ઉનાળા દરમિયાન આ ફળ મળે છે જેનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે. સામાન્ય રીતે જાંબુને મીઠા સાથે ખાવામાં આવે છે. જાંબુનું ફળ 70% ખાવા લાયક હોય છે તેમાં ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તત્વ શરીર માટે જરૂરી હોય છે. અન્ય ફળની સરખામણીમાં જાંબુમાં કેલેરી પણ ઓછી હોય છે. 

પોષક તત્વોનો ખજાનો 

સ્વાદમાં મીઠા જાંબુ પોષકતત્વોનો ખજાનો હોય છે. જાંબુમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમથી ભરપૂર હોય છે. સાથે જ જાંબુ વિટામીન બી, કેરોટીન અને મેગ્નેશિયમથી પણ ભરપૂર હોય છે. 

ગંભીર સમસ્યાઓમાં ફાયદાકારક 

અનેક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમ જેવી સમસ્યાઓમાં જાંબુ ફાયદો કરે છે. રિપોર્ટ અનુસાર જાંબુ ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને સ્થૂળતા જેવી મેટાબોલિક સમસ્યાઓના ઈલાજમાં ઉપયોગી છે. આ પ્રકારના રોગમાં પણ જાંબુનું સેવન કરી શકાય છે કારણ કે તેમાં ડાયાબિટીસ વિરોધી, સોજો ઓછો કરનાર, કેન્સર રોધી ગુણ હોય છે. 

ઉનાળામાં જાંબુ ખાવાના ફાયદા 

જાંબુનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓમાં ફાયદો થાય છે. ઉનાળામાં જાંબુનું સેવન કરવાથી લુ નથી લાગતી અને તેને ખાવાથી કેન્સરની સંભાવનાઓ ઓછી કરવામાં પણ મદદ મળે છે. આયુર્વેદમાં જાંબુને ડાયાબિટીસ માટે ફાયદાકારક ગણવામાં આવ્યું છે. જાંબુ ખાવાથી પાચન ત્વચા અને વાળને ફાયદો થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news