Roti: ડાયાબિટીસના દર્દી માટે ઉનાળામાં આ 3 લોટની રોટલી બેસ્ટ, બ્લડ શુગર કંટ્રોલ કરશે અને શરીરને આપશે ઠંડક

Roti For Summer: ઉનાળામાં એવો ખોરાક લેવો જોઈએ જે શરીરને ઠંડક આપે. ખાસ કરીને ડાયાબિટીસ હોય તેવા લોકોએ આહારમાં આ 3 લોટની રોટલીનો સમાવેશ કરવો જોઈએ. આ 3 લોટની તાસીર ઠંડી હોય છે અને તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ પણ કરે છે.
 

Roti: ડાયાબિટીસના દર્દી માટે ઉનાળામાં આ 3 લોટની રોટલી બેસ્ટ, બ્લડ શુગર કંટ્રોલ કરશે અને શરીરને આપશે ઠંડક

Roti For Summer: ગરમી શરૂ થાય એટલે અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ખાસ કરીને ખાવાપીવામાં વધારે ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમિયાન શરીર વધારે ગરમ રહે છે તેથી જો ખાવા પીવામાં ફેરફાર કરવામાં ન આવે તો પેટ અને સ્કીન સંબંધિત બીમારીઓ થવા લાગે છે. ઉનાળાના સમયમાં પેટને ઠંડક મળે તેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં ઠંડી તાસીર નો આહાર લેવામાં ન આવે તો ગેસ, બ્લોટીંગ, પેટમાં બળતરા જેવી તકલીફો વધી જાય છે. ખાસ તો ડાયાબિટીસના દર્દીઓને ગરમી વધારે પરેશાન કરે છે. 

બ્લડ સુગરના દર્દીઓએ ગરમીમાં શરીરને ઠંડક મળે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઉનાળા દરમિયાન ગરમ તાસીરની વસ્તુઓ ખાવાથી પેટનું તાપમાન પણ વધી જાય છે. ડાયાબિટીસના દર્દી હોય તેમણે એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે ઠંડી તાસીરની હોય અને પેટને પણ ઠંડક આપે. ઉનાળા દરમિયાન પેટને ઠંડક મળે અને ગરમીથી રાહત મળે તે માટે આ ત્રણ લોટની રોટલી ભોજનમાં સામેલ કરી શકાય છે. ઘઉંની રોટલીને બદલે આ ત્રણ અનાજની રોટલી ઉનાળા દરમિયાન ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને પેટને ઠંડક પણ મળે છે. 

જુવારનો લોટ 

જુવારનો લોટ સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ ગણાય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તે પેટને ઠંડક આપે છે. જુવારમાં મિનરલ, પ્રોટીન, અને વિટામીન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સૌથી મોટી વાત એ છે કે જુવારમાં વધારે માત્રામાં ફાઇબર હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જુવારનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે. તે પાચનશક્તિને પણ મજબૂત કરે છે. 

ચણાનો લોટ 

ચણા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે તેનો લોટ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન પણ હોય છે. ઉનાળામાં ચણા કે સત્તુના લોટની રોટલી ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ રોટલી પેટને ઠંડક આપે છે અને કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર સહિતની સમસ્યાઓને કંટ્રોલ કરે છે. 

જવનો લોટ 

આયુર્વેદમાં જવના પાણીને અમૃત સમાન ગણવામાં આવે. તેવી જ રીતે જવનો લોટ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જવ શરીરને ઠંડક આપે છે. જવમાં અલગ અલગ પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે. ઉનાળા દરમિયાન જવની રોટલીનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કારણકે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news