)
Foot Therapy For Diabetes: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ડાયાબિટીસ એવી સ્થિતિ છે જેમાં દર્દીના બ્લડમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું નથી અને ટાઈપ 2 ડાયાબિટીસ જેમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ હોય છે એટલે કે શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો કરે છે પણ પ્રભાવી રીતે તેનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે.
ડાયાબિટીસને લઈને સારી વાત એ છે કે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. આજે તમને આવો જ એક પ્રાકૃતિક ઘરેલુ ઉપચાર જણાવીએ જે સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કારેલાની ફૂટ થેરાપીની મદદ લેવામાં આવે છે આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો કડવા કારેલા મદદરૂપ થઈ શકે છે. તેના માટે કડવા કારેલા ખાવાની જરૂર નથી પરંતુ કારેલાની ફૂટ થેરાપી લેવાની હોય છે. કારેલાની ફુટ થેરાપી શું છે ચાલો જાણીએ.
કારેલાની ફૂટ થેરાપી
આ થેરાપી અંગે હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર બે થી ત્રણ કારેલાના બી કાઢી તેને ખમણી લેવા. ત્યાર પછી પ્લાસ્ટિકના જૂતામાં આ ખમણ પાથરી દેવું અને બંને જૂતાને પહેરી લેવા. હવે આ જૂતા પહેરીને એક કલાક સુધી વોક કરો. એક કલાક વોક કરવાથી મોઢામાં કારેલાનો કડવો સ્વાદ આવવા લાગશે. ત્યાર પછી વોક બંધ કરી પગ સાફ કરી લેવા અને પગ પર સરસવનું તેલ લગાડી લેવું.
ફુટ થેરાપી કેવી રીતે કામ કરે ?
આ થેરાપી અંગે માનવામાં આવે છે કે કારેલામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે હેલ્થી મેટાબોલિઝમને સપોર્ટ કરે છે. આ રીતે કારેલાની થેરાપી લેવાથી શરીરની સુગર નેચરલી કંટ્રોલમાં રહે છે. આ થેરાપી શરીરમાં રહેલા આંતરિક અસંતુલનને સંતુલિત કરવાનું કામ કરે છે. આ થેરાપી શરીરની પ્રાકૃતિક કાર્ય પ્રણાલી સાથે તાલમેલ બેસાડીને અસર દેખાડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)