)
Garba Benefits: નવરાત્રીની ધૂમ ચારે તરફ જોવા મળે છે. શારદીય નવરાત્રી માં દુર્ગાની ઉપાસનાનો અવસર છે અને સાથે જ ગરબે ઘૂમવાનો અવસર પણ હોય છે. આસો મહિનાની એકમથી ગુજરાતમાં દાંડિયા અને ગરબાની ધૂમ જોવા મળે છે. નવરાત્રી ફક્ત આધ્યાત્મિક ઉત્સવ નહીં પરંતુ ફિટનેસ જાળવી રાખવાનો અવસર પણ બની શકે છે.
ગુજરાતનું પારંપરિક નૃત્ય ગરબા અને દાંડિયા સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે અને સાથે જ ગરબા હેલ્થ સુધારવામાં પણ મદદ કરી શકે છે નવરાત્રીમાં નવ દિવસ ગરબા અને દાંડિયા રમીને તમે કેલેરી બાળી શકો છો અને કાર્ડિયો હેલ્થ સુધારી શકો છો. ગરબા કરીને મૂડ પણ બુસ્ટ કરી શકો છો.
કેલેરી બર્ન કરવી
જો તમે 60 થી 90 મિનિટ સુધી સતત ગરબા કરો છો તો લગભગ 300 થી 400 કેલરી બળી જાય છે. જે કાર્ડિયો વર્કઆઉટ બરાબર છે. મ્યુઝિક ની સાથે સતત હાથ અને પગ હલાવવાથી પગના સ્નાયુ, કોર અને હાથના સ્નાયુ સક્રિય રહે છે. ગરબા રમવાથી હાર્ટ રેટ વધે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.
એક રિસર્ચ અનુસાર ગરબા રમવાથી વજન પણ ઘટી શકે છે. નવરાત્રી દરમિયાન જો આહારમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે અને રાત્રે ગરબા રમવામાં આવે તો નવ દિવસમાં એક કિલો જેટલું વજન ઘટી શકે છે. રોજ એક કલાક ગરબા કરી લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
સ્ટ્રેસ ઘટે છે
ગરબા અને દાંડિયા કરવાથી મૂડ પણ બુસ્ટ થાય છે. ડાન્સ કરતી વખતે મગજમાં એન્ડોર્ફિન અને સેરેટોનીનનું સ્તર વધે છે આ બંને હોર્મોન્સ સ્ટ્રેસ ઓછો કરે છે. ગરબા એક સામૂહિક નૃત્ય છે અન્ય લોકોની સાથે ગરબા કરવાથી સોશિયલ બોડિંગના કારણે ખુશી નો અનુભવ થાય છે. સંગીત સાથે ગરબા કરવાથી ફોકસ અને એનર્જી વધે છે. ગરબા કરતી વખતે મૂડ પણ બુસ્ટ થાય છે અને મન પ્રસન્ન રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)