)
Early Dinner Benefits: આજના સમયમાં લોકો ફિટનેસ અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ પર ધ્યાન દેવા લાગ્યા છે. હેલ્ધી રહેવા માટે અલગ અલગ વસ્તુઓ પણ લોકો ફોલો કરે છે. જેમાં સૌથી અસરકારક ગણાય છે અર્લી ડિનર હેબિટ. એટલે કે રાત્રે વહેલા જમી લેવું. અનુષ્કા શર્મા સહિત અનેક બોલીવુડ સેલિબ્રિટી પાસેથી પણ તમે આ વાત સાંભળી હશે કે તેઓ સાંજે 5 થી 7:00 વાગ્યાની વચ્ચે જમી લેવાની આદત ધરાવે છે.
ઘણા લોકોને તો આ સમય નાસ્તો કરવાનો સમય લાગશે પરંતુ આ આદત સૌથી બેસ્ટ છે. જો હેલ્ધી રહેવું હોય અને વધારે મહેનત પણ કરવી ન હોય તો ફક્ત આદત કેળવી લેવી.. જો તમે સાંજે 7:00 વાગ્યા સુધીમાં રાતનું ભોજન લઈ લો છો તો તેનાથી શરીરમાં ઘણા બધા ફાયદા તુરંત દેખાવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ સાંજે 6.30 થી 7 વચ્ચે ડિનર કરી લેવાથી શરીરને કેવા ફાયદા થાય છે.
ડાયજેશન સુધરે છે
જે લોકો રાત્રે મોડા જમે છે તેમનો ડાયજેશન બગડે છે અને ઊંઘ પર પણ અસર થાય છે. તેનાથી વિરુદ્ધ જો રાત્રે તમે જલ્દી જમી લો છો તો શરીરને ખોરાક બચાવવા માટે પૂરતો સમય મળે છે. રાત્રે વહેલા જમી લેવાથી ડાયજેશન પ્રોસેસ યોગ્ય રીતે કામ કરે છે અને મોડું જમવાથી ડાયજેશન પ્રોસેસ સ્લો થઈ જાય છે જેના કારણે ગેસ, એસિડિટી, બ્લોટીંગ જેવી સમસ્યા થઈ જાય છે. અર્લી ડિનર હેબિટ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે.
વજન ઘટે છે
ઘણા લોકો વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરે છે પરંતુ વજન ઘટાડવાની જર્ની એકદમ સરળ થઈ જશે જો તમે અર્લી ડિનર હેબિટ અપનાવી લેશો. ફિટનેસ એક્સપર્ટનું પણ માનવું છે કે રાત્રે વહેલા જમી લેવાથી કેલરી ઝડપથી બર્ન થાય છે અને શરીર ફેટ સ્ટોર કરતું નથી. તેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને વજન વધવાની સમસ્યા થતી નથી. અર્લી ડિનર હેબિટ અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર સહિતના કલાકારો અપનાવી ચૂક્યા છે. તેઓ જાહેરમાં પણ જણાવે છે કે અર્લી ડિનર હેબિટ તેમની ફિટનેસનું રહસ્ય છે.
સારી ઊંઘ
જો રાત્રે તમે વહેલા જમી લો છો તો શરીર અને મગજ બંને માટે ફાયદાકારક છે. વહેલા જમી લેવાથી સુતા પહેલા શરીર ખોરાકને સારી રીતે પચાવી લે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. જમીને થોડા સમયમાં જ સૂઈ જવાનું થાય તો પેટ ભરેલું રહે છે અને ઊંઘ આવવામાં સમસ્યા થાય છે. જો તમે વહેલા જમી લો છો તો જમ્યા પછી બે થી ત્રણ કલાક પછી સુવાથી ઊંઘ પણ સારી આવે છે.
હોર્મોન બેલેન્સ
હેલ્થ એક્સપર્ટ અનુસાર અર્લી ડિનર કરવાથી ઇન્સ્યુલિન અને અન્ય હોર્મોન બેલેન્સ રહે છે. તેનાથી ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. વહેલા જમી લેવાથી શરીરને રીપેર થવાનો પૂરતો સમય મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)