)
Salt Water Bath: શરીરનો થાક અને મગજનો સ્ટ્રેસ દૂર થાય તે માટે લોકો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે. કેટલાક લોકો મેડિટેશનની મદદ લે છે તો કેટલાક લોકો મીઠાના પાણીથી નહાવાનું પસંદ કરે છે. જે લોકો નહાવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરે છે તેઓ માને છે કે તેનાથી શરીર અને મન રિલેક્સ થાય છે. આજે તમને જણાવીએ કે ખરેખર પાણીમાં મીઠું ઉમેરીને નહાવાથી શું ફાયદો થાય છે.
મોટાભાગના લોકો હૂંફાળા પાણીમાં મીઠું ઉમેરીને એટલા માટે નહાતા હોય છે કે તેનાથી શરીરનો થાક દૂર થઈ જાય. મીઠું થાક દૂર કરવામાં મદદ કરે છે અને મસલ્સ રિલેક્સ કરે છે. જો પગમાં પણ દુખાવો હોય તો હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેમાં પગ રાખવામાં આવે છે તેનાથી પગ નો દુખાવો દૂર થઈ જાય છે. શરીરને પણ થાય છે.
મીઠામાં મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે જે શરીરની ગંદકી બહાર કાઢે છે અને શરીરને આરામ આપે છે. જો તમને શરીર જકડાઈ ગયું હોય એવો અનુભવ થતો હોય અથવા સાંધામાં દુખાવો રહેતો હોય તો મીઠાનું પાણી તમને મદદ કરશે. હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી નહાવાથી સ્નાયુ રિલેક્સ થઈ જાય છે.
મીઠાના પાણીથી નહાવાથી સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે. જે લોકોને પીઠમાં ફોડલીઓ નીકળતી હોય કે કોઈપણ પ્રકારની સ્કીન એલર્જી હોય તેમણે પણ પાણીમાં મીઠું ઉમેરીને નહાવું જોઈએ. તેનાથી એલર્જી વાળા બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે અને સ્કીનને રાહત મળે છે.
નહાવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી વાયરલ બીમારીથી પણ બચી શકાય છે અને મેન્ટલ સ્ટ્રેસ પણ દૂર થઈ શકે છે. પરંતુ જે લોકો ને મીઠાથી સ્કીન પર એલર્જી થતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં. જો કોઈપણ પ્રકારની એલર્જી ન હોય તો એક ડોલ હુંફાળા પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને નહાવું તેનાથી ઉપર જણાવ્યા અનુસારના ફાયદા થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)