ગુજરાતી ન્યૂઝHealthLiver Damage: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ને ઈગ્નોર ન કરો

Liver Damage: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ને ઈગ્નોર ન કરો

Liver Damage Symptoms: ઘણીવાર ચહેરા પર એવા ફેરફાર દેખાવા લાગે છે જે સામાન્ય લાગે પરંતુ તે ગંભીર સમસ્યાનું લક્ષણ હોય શકે છે. આજે તમને એવી 4 સ્કિન પ્રોબ્લેમ વિશે જણાવીએ જે ત્યારે થાય છે જ્યારે લીવર ડેમેજ થતું હોય. આ 4 સ્કિન પ્રોબ્લેમને સામાન્ય ગણી ઈગ્નોર કરવાની ભુલ કોઈએ ન કરવી.
 

Liver Damage: લિવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર દેખાય છે આ 4 લક્ષણો, આ સ્કિન પ્રોબ્લેમ ને ઈગ્નોર ન કરો

Liver Damage Symptoms: લીવર આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે લીવર પણ હેલ્ધી રહે. લીવર ડેમેજ થાય એટલે શરીરનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારના કારણે લીવર સંબંધિત સમસ્યાઓ વધતી જાય છે. લીવરની તકલીફમાં સમયસર સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. લીવરની સમસ્યા જીવલેણ પણ બની શકે છે. 

Add Zee News as a Preferred Source

લીવર ડેમેજ થવાની શરૂઆત થાય એટલે કેટલાક લક્ષણો પણ દેખાતા હોય છે. મોટાભાગના લોકો આ લક્ષણોને ઇગ્નોર કરે છે અને પછી પસ્તાવાનો વારો આવે. લીવર ડેમજ થાય ત્યારે સ્કિન પર પણ તેની અસર જોવા મળે છે. આજે તમને કેટલાક એવા લક્ષણ વિશે જણાવીએ જે લીવર ખરાબ થવા પર ચહેરા પર જોવા મળે છે. 

ચહેરાનો રંગ પીળો પડી જવો

ચહેરાનો રંગ પીળો પડી જાય તો તે લીવર ખરાબ થયું હોવાનો સંકેત છે. જો તમારી સ્કિન પહેલા કરતા પીળી દેખાય છે તો તેને ઇગ્નોર ન કરો. લીવર ખરાબ થતું હોય ત્યારે બીલીરૂબીનનું સ્તર વધી જાય છે જેના કારણે ત્વચાનો રંગ પીળો પડવા લાગે છે. લીવર ડેમેજ થાય ત્યારે આંખ પણ પીળી દેખાવા લાગે છે. 

ચહેરા પર ખંજવાળ 

લીવર ખરાબ થાય ત્યારે ચહેરા પર પણ ખંજવાળ આવે છે. ચહેરા પર ખંજવાળ આવે તો તે ડેમેજ લીવરનું લક્ષણ હોઈ શકે છે. લીવર ડેમેજ થાય એટલે શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે જેના કારણે ત્વચામાં ખંજવાળ ઉત્પન્ન થાય છે. લાંબા સમય સુધી ત્વચા પર ખંજવાળ આવતી હોય તો તેને ઇગ્નોર ન કરો. 

ચહેરા પર દાણા દેખાવા 

ચહેરા પર અચાનક જ વધારે પ્રમાણમાં ખીલ જેવી ફોડલીઓ દેખાવા લાગે તો તેને પણ ઇગ્નોર કરવું નહીં. તુરંત જ હેલ્થ ચેકઅપ કરાવો. ખાસ તો લીવર ડેમેજ થતું હોય ત્યારે ચહેરા પર કાળા અથવા તો ભૂરા રંગના દાણા દેખાવા લાગે છે. 

ચહેરા પર સોજો 

ઘણા લોકોને લીવર સંબંધિત સમસ્યાઓ હોય તો પગ અને ઘૂંટણ પર સોજો આવે છે પરંતુ લીવર ડેમેજ થાય ત્યારે ચહેરા પર પણ સોજા આવે છે તેવું ઓછા લોકો જાણે છે. જો ચહેરા પર અચાનક જ સોજો રહેવા લાગે તો તુરંત જ લીવરનું ચેકઅપ કરાવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news