)
Makai Flour Health Benefits: મકાઈનો લોટ શરીર માટે ફાયદાકારક ગણાય છે. મકાઈના લોટનો ઉપયોગ ભોજનમાં કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. મકાઈના લોટથી શરીરને એનર્જી મળે છે અને આ લોટ પચવામાં હળવો હોય છે. શિયાળામાં મકાઈના લોટનો ઉપયોગ વધારે થતો. મકાઈનો લોટ શરીરને મજબૂત બનાવે છે અને નાની મોટી સમસ્યાઓને પણ દૂર કરે છે.
મકાઈના લોટના પોષક તત્વો
મકાઈના લોટમાં ફાઇબર, આયરન, મેગ્નેશિયમ અને વિટામીન B ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવર ઈટીંગ થતું નથી તેનાથી વજન કંટ્રોલ રાખવામાં પણ મદદ મળે છે. તેમાં રહેલા કોમ્પલેક્ષ કાર્બ શરીરને એનર્જી આપે છે અને આખા દિવસનો થાક દૂર થઈ જાય છે. શિયાળામાં મકાઈનો લોટ ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને પાચન સુધરે છે. જે લોકોને એનિમિયાની તકલીફ હોય તેમના માટે મકાઈનો લોટ ફાયદાકારક છે તેમાં આયરનની માત્રા સારી એવી હોય છે .
મકાઈનો લોટ કોણે ન ખાવો ?
જે લોકોને પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ હોય જેમકે અલ્સર, વધારે પ્રમાણમાં ગેસ બનવો જેવી તકલીફો હોય તેમણે મકાઈના લોટનો ઉપયોગ ન કરવો અથવા ઓછી માત્રામાં કરવો. મકાઈનો લોટ ગરમ તાસીર હોય છે તેથી શરીરમાં હિટ વધી શકે છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ પણ મકાઈનો લોટ મર્યાદિત માત્રામાં ખાવો જોઈએ. કારણકે મકાઈમાં સ્ટાર્ચ વધારે હોય છે જે સુગર લેવલ વધારી શકે છે.
મકાઈનો લોટ ખાવાથી કઈ બીમારીઓ ઠીક થાય ?
મકાઈનો લોટ શિયાળામાં સૌથી વધુ ખવાય છે કારણ કે તેના ગુણ ગરમ હોય છે. તે મસલ્સને એનર્જી આપે છે અને શરીરને જરૂરી ગરમી આપે છે. મકાઈનો લોટ ખાવાથી શરીરની ચરબી અને વજન ઝડપથી ઓછા થઈ શકે છે. વજન ઓછું કરવા માટે મકાઈનો લોટ સૌથી ફાયદાકારક છે. કારણકે તેમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે પાચનમાં મદદ કરે છે અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)