પુરુષો કે સ્ત્રીઓ, કોને હાર્ટ એટેકનું જોખમ વધુ છે? આ રીતે 1 મહિના પહેલા મળવા લાગે છે સંકેતો
heart attack: આજના સમયમાં હાર્ટ એટેકને કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. યુવા લોકો પણ આ ગંભીર બીમારીનો શિકાર બની રહ્યાં છે. મહિલાઓ કરતા પુરૂષોમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. પરંતુ હાર્ટ એટેક આવવાના એક મહિના પહેલા કેટલાક સંકેતો મળવા લાગે છે, જેને સમજવા ખૂબ જરૂરી છે.
Trending Photos
heart attack signs: હાર્ટ એટેક એક ગંભીર સ્થિતિ છે, જે આજકાલ પુરૂષો અને મહિલાઓ બંનેને પ્રભાવિત કરે છે. પરંતુ રિસર્ચ અને મેડિકલના આંકડા પ્રમાણે પુરૂષોમાં હાર્ટ એટેકનો ખતરો વધુ હોય છે, પરંતુ મહિલાઓમાં તેના લક્ષણ અલગ અને હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે. આ કારણ છે કે મહિલાઓમાં હાર્ટ એટેકની ખબર મોડેથી પડે છે, જેનાથી ખતરો વધુ વધી જાય છે.
મેડિકલ જર્નલ્સ અને હાર્ટ રિસર્ચ સંગઠનો પ્રમાણે 45 વર્ષથી ઉપરના પુરૂષોમાં હાર્ટ એટેકનો ખતરો મહિલાઓની તુલનામાં વધુ હોય છે. તો મહિલાઓમાં હોર્મોનલ ફેરફાર, ખાસ કરી મેનોપોઝ બાદ આ ખતરો ઝડપથી વધી જાય છે. મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણ હંમેશા પરંપરાગત નથી હોતા જેમ કે છાતીમાં દુખાવાની જગ્યાએ થાક, બેચેની, ઊંઘ ન આવવી, પીઠ કે ઝડબામાં દુખાવો વગેરે.
મહિના પહેલા મળી શકે છે સંકેત
ઘણા કિસ્સામાં હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ તેનો સંકેત શરીર પહેલા આપવા લાગે છે. જો સમય રહેતા ધ્યાન રાખવામાં આવે તો જીવ બચાવી શકાય છે.
* થાક લાગવો: કોઈપણ ભારે કામ કર્યા વિના સતત થાક લાગવો એ એક મોટી નિશાની હોઈ શકે છે.
* ઊંઘમાં ખલેલ: અચાનક ઊંઘ ન આવવી અથવા રાત્રે ઘણી વખત જાગવું એ હૃદયની અનિયમિતતાનું લક્ષણ હોઈ શકે છે.
* છાતીમાં તકલીફ: છાતીમાં હળવો દબાણ, જકડાઈ જવું અથવા બળતરાની લાગણી.
* શ્વાસ લેવામાં તકલીફ: સામાન્ય કાર્યો કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ અથવા ગભરાટ અનુભવવો.
* અચાનક પરસેવો: કોઈ પણ કારણ વગર પરસેવો આવવો, ખાસ કરીને રાત્રે, એ હૃદયરોગના હુમલાની નિશાની હોઈ શકે છે.
શું કરવું?
જો તમને કે તમારા કોઈ પરિચિતને આ લક્ષણોનો અનુભવ થઈ રહ્યો છે તો તેને નજરઅંદાજ ન કરો. ઈસીજી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સુગરની નિયમિત તપાસ કરાવો. સમય પર તપાસ અને લાઇફસ્ટાઇલમાં ફેરફારથી હાર્ટ એટેકના ખતરાને ઘટાડી શકાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે