મોર્નિંગ ફ્લૂ સિન્ડ્રોમઃ દરરોજ સવારે કેમ આવે છે ખાંસી અને છીંક, શું આ કોઈ બીમારી છે?
Health News: સવારે ઉઠતી વખતે ખાંસી, છીંક અથવા નાકમાંથી પાણી નીકળવું એ ઘણા લોકો માટે સામાન્ય છે. આને સામાન્ય રીતે મોર્નિંગ ફ્લૂ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીકવાર, તે કોઈ અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. ચાલો તેના વિશે ડૉ. સુભાષ ગિરિ પાસેથી વધુ જાણીએ.
Trending Photos
)
Morning Flu Syndrome: ઘણા લોકોને સવારે ઉઠવાની સાથે અચાનક ખાંસી, છીંક અને નાકમાંથી પાણી નીકળવાની સમસ્યા થવા લાગે છે. ત્યારબાદ આ લક્ષણો હળવા પડવા લાગે છે, પરંતુ દરરોજ સવારની શરૂઆત આ સમસ્યા સાથે થાય છે. આ સ્થિતિને સામાન્ય રીતે મોર્નિંગ ફ્લૂ સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જેમાં સવારે ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. સવારની ઠંડી નાક અને ગળાને જલ્દી પ્રભાવિત કરે છે, જેનાથી છીંક અને ખાંસી થવા લાગે છે. તેવામાં સાચુ કારણ જાણી તેનાથી બચાવ સંભવ છે.
મોર્નિંગ ફ્લૂ સિન્ડ્રોમમાં માત્ર ખાંસી અને છીંક જ નહીં, પરંતુ કેટલાક અન્ય લક્ષણ પણ જોવા મળે છે. ઘણા લોકોને સવારે ઉઠવાની સાથે ગળામાં ખારાશ, માથામાં હળવો દુખાવો કે ભારેપણું લાગે છે. નાક બંધ રહેવું કે પાણીની જેમ વહેવું પણ એક સંકેત છે, જે ખાસ કરી એલર્જી કે સાયનસની સમસ્યા સાથે જોડાયેલ છે. કેટલાક મામલામાં આંખમાં બળતરા, પાણી આવવું કે ખંજવાળ પણ આવે છે. શરીરમાં હળવા થાક કે સુસ્તીનો અનુભવ થાય છે, કારણ કે રાતની ઊંઘ બા અચાનક ઠંડી હવા કે ધૂળથી ઇમ્યુન સિસ્ટમ તત્કાલ રિએક્ટ કરે છે. આ લક્ષણ મોટા ભાગે સવારની શરૂઆતના સમયે વધુ રહે છે અને દિવસમાં ધીમે-ધીમે ઘટી જાય છે.
શું સવારની ખાંસી-છીંક જેવા લક્ષણ કોઈ બીમારી છે?
ડોક્ટર પ્રમાણે આ સ્થિતિ કોઈ બીમારી નથી, પરંતુ કોઈ છુપાયેલા કારણનું સંકેત હોઈ શકે છે. સવારના સમયે ભેજ, ઠંડી હવા અને પ્રદૂષણનું સ્તર સતત બદલાતું રહે છે, જેનાથી નાક અને ગળાની સેન્સેટિવ પરતો રિએક્ટ કરે છે. ઘણીવાર તે સિઝનલ એલર્જી, ધૂળ કે પોલન (પરાગકણ) પ્રત્યે શરીરની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોને સાયનસની સમસ્યા હોય છે, જેનાથી રાતભર લાળ જમા થઈ જાય છે અને સવારે ઉઠતાં જ છીંક-ખાંસીના રૂપમાં બહાર નીકળે છે.
જો આ લક્ષણો ક્યારેક ક્યારેક દેખાય અને સમય જતાં દૂર થઈ જાય, તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જો કે, જો તે દરરોજ સવારે દેખાય અને દિવસભર ચાલુ રહે, તો તે એલર્જીક નાસિકા પ્રદાહ, સાઇનસાઇટિસ અથવા અંતર્ગત ચેપનું લક્ષણ હોઈ શકે છે. અંતર્ગત કારણની સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
કઈ રીતે બચાવ કરવો
રૂમ અને બેડની નિયમિત સફાઈ કરો, જેથી ધૂળ અને એલર્જી ટ્રિગર્સ જમા ન થાય.
રાત્રે રૂમનું તાપમાન ન વધુ ઠંડુ રાખો ન વધુ ગરમ.
સવારે ઉઠી અચાનક બારી ન ખોલો, ધીમે-ધીમે હવા અંદર આવવા દો.
એલર્જીની સમસ્યા છે તો એર પ્યૂરિફાયર કે માસ્કનો ઉપયોગ કરો.
પાણી પીવો અને હુંફાળા પાણીથી કોગળા કરો, તેનાથી ગળું સાફ રહે છે.
જો લક્ષણ દરરોજ જોવા મળે તો ડોક્ટર પાસે એલર્જી કે સાયનસની તપાસ જરૂર કરાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














