)
Clove Water Benefits: લવિંગ દરેક ઘરના રસોડામાં હોય તેવો મસાલો છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી રસોઈનો સ્વાદ વધે છે. પરંતુ આજે તમને લવિંગના પાણીથી થતા એવા લાભ વિશે જણાવીએ જેના વિશે જાણીને તમે આજથી જ લવિંગનો ઉપયોગ આ રીતે શરુ કરી દેશો. લવિંગમાં ઔષધીય ગુણો હોય છે જે શરીર માટે લાભકારી છે. લવિંગ શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. ખાસ તો સવારે લવિંગનું પાણી પીવાથી શરીરની 5 સમસ્યા દુર થાય છે.
જો તમે સવારે 1 કપ લવિંગનું પાણી 15 દિવસ સુધી પીવો છો તો શરીરને 5 સમસ્યામાં રાહત મળશે. હેલ્થ એક્સપર્ટ અનુસાર લવિંગનું પાણી પીવાથી પેટના કીડા મરી જાય છે, શરીર નિરોગી બને છે અને ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. આ સિવાય તેનાથી થતા 5 સૌથી મોટા લાભ વિશે પણ જાણી લો.
લવિંગનું પાણી પીવાના 5 મોટા ફાયદા
1. લવિંગનું પાણી રોજ સવારે 1 કપની માત્રામાં પીવામાં આવે તો તે ફેફસાની સફાઈ કરવામાં મદદરુપ થાય છે. પોલ્યૂશન અને હાનિકારક તત્વો ફેફસામાં જમા થઈ જાય છે જેના કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે. રોજ 1 કપ લવિંગનું પાણી પીવાથી આ સમસ્યાથી રાહત મળી શકે છે.
2. લવિંગનું પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. લવિંગનું પાણી નિયમિત પીવાથી ચહેરા પર ખીલની સમસ્યા દુર થઈ શકે છે.
3. લવિંગ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેના ગુણ લિવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકો બહારનું ભોજન વધારે કરતા હોય તેમનું લિવર નબળું પડી જાય છે. આ સ્થિતિમાં સવારે લવિંગનું પાણી પીવું લાભકારી રહે છે.
4. લવિંગનું પાણી નિયમિત રીતે સવારે પીવાથી મેન્ટલ હેલ્થ સુધરે છે. સ્ટ્રેસ, તણાવ અને હોર્મોન્સ ઈમ્બેલેન્સ દુર થાય છે.
5. જે લોકોને રાત્રે ઊંઘ કરવામાં સમસ્યા થતી હોય તેઓ રોજ લવિંગનું પાણી પી શકે છે. લવિંગમાં સિડાટિન હોય છે જે ઊંઘના હોર્મોન્સને બેલેન્સ કરે છે.
આ બધા જ ફાયદા માટે લવિંગનું પાણી પીવાની શરુઆત કરવી હોય તો સૌથી પહેલા રાત્રે 1 કપમાં પાણી ભરી તેમાં 3 લવિંગ પલાળી દો. સવારે આ પાણીને બરાબર ઉકાળો અને પછી જ્યારે પાણી હુંફાળુ હોય ત્યારે પી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)