)
Morning Walk Benefits: ખરાબ લાઈફસ્ટાઈલ અને કલાકો સુધી બેસીને કરવાની જોબના કારણે અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે. આ સમયે હેલ્ધી અને ફિટ રહેવા માટે વોક કરવી જરૂરી છે. આયુર્વેદ અનુસાર સવારે વોક કરવાથી શરીરની એક્સરસાઇઝ થાય છે અને સાથે જ સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે. મોર્નિંગ લાઈફ સ્ટાઈલનો સૌથી જરૂરી ભાગ છે. સવારે વોક કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના ફાયદો થાય છે. રોજ સવારે વોક કરવાથી શરીરને ઊર્જા મળે છે. સવારે 30 મિનિટ વોક કરવામાં આવે તો શરીરને કેવા ફાયદા થાય છે ચાલો જાણીએ.
મોર્નિંગ વોકથી થતા ફાયદા
1. ફિટ રહેવા માટે ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય તે જરૂરી છે. અને ઈમ્યૂન સિસ્ટમ સવારે વોક કરવાથી મજબૂત બની શકે છે. સવારે વોક કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને બીમારીઓ થવાનું જોખમ ઘટે છે.
2. મોર્નિંગ વોક કરવાથી હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. જે લોકોને થાયરોઇડ, ઇન્સ્યુલિન કે હોર્મોન સંબંધિત સમસ્યા હોય તેમણે રોજ વોક કરવી જોઈએ. સવારે વોક કરવાથી મગજ શાંત રહે છે અને હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે.
3. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે રોજ સવારે વોક કરવી જોઈએ. સવારે 30 મિનિટ વોક કરી લેવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે. સ્થૂળતા ઓછી કરવા માટે પણ સવારે ચાલવું જરૂરી છે.
4. સવારે વોક કરવાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રોજ 30 મિનિટ વોક કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં આવી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ સવારે વોક કરવી જોઈએ.
5. મોર્નિંગ વોક કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. જો તમે લાંબા સમયથી સ્ટ્રેસ જેવી સમસ્યાથી પરેશાન છો તો રોજ સવારે 30 મિનિટ વોક કરવાનું શરૂ કરી દો. સવારના ખુશનુમા વાતાવરણમાં 30 મિનિટ વોક કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને મૂડ સારો રહે છે. તેનાથી શરીર અને મન રિલેક્સ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)