Mouth Sore: મોઢામાં વારંવાર થતા ચાંદા કેન્સરની શરુઆતની ચેતવણી હોય શકે છે, આ રીતે ઓળખો લક્ષણ

Symptoms of Mouth Cancer: મસાલેદાર ભોજન, વિટામીનની ખામી કે અન્ય કારણોસર મોઢામાં ચાંદા પડે છે. પરંતુ જો વારંવાર મોઢામાં આ પ્રકારના ચાંદા થતા હોય અને મટે નહીં તો તે મોઢાના કેન્સરનું શરુઆતી લક્ષણ હોય શકે છે.

Mouth Sore: મોઢામાં વારંવાર થતા ચાંદા કેન્સરની શરુઆતની ચેતવણી હોય શકે છે, આ રીતે ઓળખો લક્ષણ

Symptoms of Mouth Cancer: મોટાભાગના લોકો મોઢામાં પડતા ચાંદાને સામાન્ય સમજીને તેની અવગણના કરે છે. મસાલેદાર ભોજન, ગરમ ચા કે કોફીના કારણે કે વિટામીનની ખામીના કારણે ચાંદા પડે છે તેવું માનવામાં આવે છે. પરંતુ કેટલીક વખત મોઢામાં થયેલા ચાંદા મોઢાના કેન્સરની શરુઆતી ચેતવણી પણ હોઈ શકે છે. ભારતમાં ઓરલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્સપર્ટ પણ લોકોને સલાહ આપતા હોય છે કે મોઢામાં થતા દરેક ચાંદાને સામાન્ય ગણવા ખતરનાક સાબિત થઈ શકે છે. 

ભારત દુનિયાના એવા દેશોમાં આવે છે જ્યાં ઓરલ કેન્સરના દર્દી સૌથી વધુ હોય છે. જેનું મુખ્ય કારણ છે કે લોકોને તંબાકુ કે ગુટખા ખાવાની આદત હોય છે, લોકો ધુમ્રપાન કરતા હોય છે. જોકે વ્યસન ન હોય તેવા લોકોને પણ ઓરલ કેન્સર થતું હોય છે. ખાસ કરીને જે લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય અને લાંબા સમય સુધી મટતા પણ ન હોય તો તેમણે આ બાબતોએ ધ્યાન આપવું જોઈએ. નિષ્ણાંતના જણાવ્યા અનુસાર જો મોઢામાં પડેલું ચાંદુ બે અઠવાડિયાથી વધારે સમય સુધી મટે નહીં અને તેમાં દુખાવો થાય અને લોહી પણ નીકળે તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. 

કેન્સરના લક્ષણ 

- મોઢામાં પડેલું ચાંદુ 2 અઠવાડિયાથી વધારે સમય સુધી મટે નહીં. 

- જે જગ્યાએ ચાંદા થયા હોય ત્યાં સફેદ કે લાલ રંગનો પેચ દેખાવા લાગે 

- ભોજન ચાવવામાં અને બોલવામાં તકલીફ પડે. 

- ચાંદુ પડ્યા પછી જડબામાં અથવા તો ગળામાં દુખાવો કે સ્નાયુ જકડાઈ ગયા હોય તેવો અનુભવ થાય. 

- ચાંદુ પડે પછી મોઢામાંથી સતત વાસ આવવી. 

- વજનમાં અચાનક ઘટાડો થવો. 

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે મોઢાના કેન્સરના શરૂઆતી લક્ષણોને ઓળખી લેવામાં આવે તો તેની સારવાર શક્ય છે. તેમાં વ્યક્તિનો જીવ પણ બચી જાય છે પરંતુ જરૂરી છે કે સમયસર ચેકઅપ કરાવી લેવામાં આવે અને સારવાર શરૂ કરી દેવામાં આવે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જે લોકોને તંબાકુ, ગુટખા કે સોપારી ખાવાની આદત હોય તેમણે નિયમિત રીતે ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ. ગુટકા ખાવાની આદત સિવાય આલ્કોહોલ, ખરાબ ઓરલ હાઈજીન અને એચપીવી વાઇરસના કારણે પણ મોઢાના કેન્સરનું જોખમ વધે છે. તેથી સલાહ આપવામાં આવે છે કે મોઢામાં જો વારંવાર ચાંદા પડતા હોય અને કોઈ અસામાન્ય ફેરફાર દેખાતો હોય તો તુરંત જ એક્સપર્ટ નો સંપર્ક કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news