આ વિટામિનની ઉણપ પુરુષોમાં નપુંસકતાનું કારણ બની શકે છે, વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પુરુષોમાં આ વિટામિનની ઉણપના કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન વચ્ચેની કડી સામે આવી છે. અભ્યાસ સૂચવે છે કે આ વિટામિનની ઉણપ માત્ર તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરતી નથી પણ પુરુષોના સેક્સ્યુઅલ પરફોર્મન્સ પર પણ અસર કરે છે.
Trending Photos
શું તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો કરી રહ્યા છો ? જો હા, તો તમારા માટે તમારા વિટામિન ડીના સ્તરને એકવાર તપાસવાનો સમય આવી ગયો છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે થાક, હાડકામાં દુખાવો, સ્નાયુઓની નબળાઈ અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે શરીરમાં આ પોષક તત્વોની ઉણપ તમારી જાતીય જીવન પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
બ્રિટિશ જર્નલ ઓફ ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં વિટામિન ડીની ઉણપ અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વચ્ચેની કડી સામે આવી છે. અભ્યાસ સૂચવે છે કે વિટામિન ડીની ઉણપ માત્ર હાડકાના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર કરતી નથી પણ પુરુષોના સેક્સ્યુઅલ પરફોર્મન્સ પર પણ અસર કરે છે.
ઇરેક્ટાઇલ ડિસફંક્શન શું છે ?
ઇરેક્ટાઇલ ડિસફંક્શનને નપુંસકતા પણ કહેવામાં આવે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં પુરૂષો જાતીય સંભોગ દરમિયાન ઉત્તેજિત થતા નથી અથવા તેને જાળવી રાખવામાં મુશ્કેલી અનુભવે છે. ક્યારેક બધા પુરુષોને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમે દર વખતે આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમારે તેની તપાસ કરાવવી જરૂરી છે.
લોહીનો પ્રવાહ બંધ થવાથી, નર્વને નુકસાન થવાથી, માનસિક તણાવ અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર બીમારીને કારણે તમને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
અભ્યાસમાં શું કહેવાયું છે ?
અભ્યાસ માટે સંશોધકોએ મનુષ્યો અને પ્રયોગશાળા પ્રાણીઓ બંનેના ખાનગી ભાગોમાંથી પેશીઓનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે વિટામિન ડીની ઉણપ ઉત્થાનમાં ઘટાડો તરફ દોરી જાય છે. વિટામિન ડીની ઉણપ ધરાવતા ઉંદરમાં, ઇરેક્ટાઇલ પેશીઓમાં 40% વધુ કોલેજન સંચય થાય છે, જે ફાઇબ્રોસિસની નિશાની છે, જે પેશીઓને સખત બનાવે છે અને ઉત્થાનને ટ્રિગર કરતા સંકેતોને ઓછા અસરકારક બનાવે છે.
મનુષ્યોમાં, સંશોધકોએ વિવિધ વિટામિન ડી સ્તર ધરાવતા લોકોનો અભ્યાસ કર્યો. રિસર્ચમાં જે પુરુષોના શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ ઓછું હતું તેમના પ્રાઈવેટ પાર્ટ્સમાં લોહીનો પ્રવાહ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો.
નોંધ - આ સંશોધન ખૂબ ઓછા લોકો પર કરવામાં આવ્યું હતું, તેથી તે પુષ્ટિ કરી શકાતી નથી કે અભ્યાસના પરિણામો કેટલા સચોટ છે. આ સ્તરે હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે