વારંવાર પેશાબ જ નહીં, આ 5 સંકેતો પણ કરે છે ડાયાબિટીસ હોવાનો ઈસારો, જાણો
Diabetes Symptoms: ઘણા લોકો તેના લક્ષણોને અવગણે છે, જેના કારણે સમયસર સારવાર શક્ય થઈ શકતી નથી અને સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. અહીં અમે કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.
Trending Photos
Diabetes Symptoms: ડાયાબિટીસ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, પરંતુ તેના શરૂઆતના લક્ષણોને ઓળખીને તેને કંટ્રોલમાં કરી શકાય છે. ઘણા લોકો તેના લક્ષણોને નજરઅંદાજ કરે છે, અને સમયસર સારવાર કરતા નથી અને સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. તેથી, ડાયાબિટીસના શરૂઆતના સંકેતોને અવગણવા એ એક મોટી ભૂલ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તે બધા લક્ષણો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. યોગ્ય આહાર, એક્ટિવ લાઈફસ્ટાઈલ અને સમયસર તપાસ દ્વારા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. અહીં અમે તમને તે શરૂઆતના લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ, જે જો સમયસર ઓળખી લેવામાં આવે તો તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી શકો છો અને સંભવિત જોખમોથી બચી શકો છો.
- ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો
વારંવાર પેશાબ આવવો
જો તમને વારંવાર પેશાબ કરવાની જરૂર લાગે છે, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. શરીર વધારાની ખાંડ બહાર કાઢવા માટે મોટી માત્રામાં પેશાબ કરે છે.
ખૂબ તરસ લાગી રહી છે
વારંવાર પેશાબ થવાને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે. આ શરીરના ડિહાઇડ્રેશનનો સંકેત હોઈ શકે છે.
અચાનક વજન ઘટી જવું
જો તમારું વજન કોઈ કારણ વગર ઝડપથી ઘટી રહ્યું છે, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે. શરીર ગ્લુકોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે સ્નાયુઓ અને ચરબીનું નુકશાન થાય છે.
ઘા અથવા ઇજાઓ ધીમે ભરાય
જો તમારા શરીર પર થતી ઇજાઓ કે ઘા ધીમે ધીમે રૂઝાઈ રહ્યા હોય, તો તે હાઈ બ્લડ સુગરને કારણે હોઈ શકે છે. આનાથી રક્ત પ્રવાહ પ્રભાવિત થાય છે અને ચેતાને નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
વારંવાર ચેપ થવો
ડાયાબિટીસથી પીડિત લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેના કારણે વારંવાર સ્કિન ઈન્ફેક્શન, યીસ્ટ ઈન્ફેક્શન અને અન્ય ચેપનું જોખમ વધે છે.
ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો ઓળખવા અને સમયસર સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. ડાયાબિટીસને યોગ્ય ખાવાથી, નિયમિત કસરત કરીને અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને નિયંત્રિત કરી શકાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે