)
Isabgol Health Benefits: આયુર્વેદમાં ઇસબગુલને લાભકારક માનવામાં આવ્યું છે. ઇસબગુલ ખાસ પ્રકારના છોડના બીજનું ભુસુ હોય છે. મોટાભાગે ઇસબગુલનો ઉપયોગ કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યા માટે કરવામાં આવે છે. પરંતુ ઇસબગુલ ના ફાયદા ફક્ત પાચન સુધી મર્યાદિત નથી. ઇસબગુલનું સેવન કરવાથી શરીરના અન્ય ફાયદા પણ થઈ શકે છે. આજે તમને ઇસબગુલથી થતા આવા જ ફાયદા વિશે જણાવીએ.
ઇસબગોલમાં ફાઇબરની માત્રા વધારે હોય છે તેથી તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઈસબગુલ લેવું જોઈએ તેનાથી નિયમિત મળતી સરળ બને છે અને પેટ સારી રીતે સાફ થાય છે.
જે રીતે ઈસબગુલ કબજિયાત મટાડે છે તે રીતે જો ડાયેરિયા થઈ ગયા હોય તો તેને પણ મટાડી શકે છે. આ વાત વિચિત્ર લાગશે. પરંતુ ઇસબગુલને જો તમે દહીં સાથે મિક્સ કરીને ખાવાનું રાખો છો તો તે ડાયેરિયાથી પણ રાહત અપાવી શકે છે.
ઇસબગુલથી થતા ફાયદા
હેલ્ધી હાર્ટ
ઇસબગુલ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા ફાઇબરથી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જાય છે. હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઓછું થાય છે. ઇસબગુલ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉપયોગી છે.
વજન ઘટાડવું
વજન ઘટાડવા માટે ઇસબગુલ વરદાન સમાન છે. સવારે ખાલી પેટ પાણીમાં ઇસબગુલ ઉમેરીને પી લેવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે જેના કારણે ઓવર ઈટિંગથી બચી જવાય છે. તેનાથી શરીરના ટોક્સિન બહાર નીકળી જાય છે અને લીવર પણ સ્વસ્થ રહે છે.
સ્કીન અને વાળ
ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. ઇસબગુલ નું સેવન કરવાથી શરીરની અંદરના ટોક્સિન બહાર નીકળી જાય છે. જેની અસર ત્વચા પર દેખાય છે. ઇસબગુલથી ખીલ ઓછા થાય છે અને શરીરમાં પણ હાઇડ્રેશન જળવાય છે. શરીર હાઇડ્રેટ રહે તેથી સ્કિન અને વાળ પણ સુંદર દેખાય છે.
હરસ
હરસ અને ગેસ જેવી સમસ્યામાં પણ ઇસબગુલ ફાયદો કરી શકે છે. ઇસબગુલનું સેવન કરવાથી મળ મુલાયમ થાય છે જેના કારણે દુખાવો અને સોજાથી રાહત મળે છે. ઇસબગોલનું સેવન કરવાથી એસીડીટી પણ મટે છે. એસીડીટી હોય તો દૂધ સાથે ઇસબગુલ રહેવું.
ઇસબગુલથી થતા ફાયદા વિશે જાણીને તેનો વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળવો. ઇસબગુલને મર્યાદિત માત્રામાં જ ખાવું. જો વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો પેટ ફુલવું ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. ઇસબગુલ પીધા પછી જો તમે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવો તો ઇસબગુલ સુકાઈને આંતરડામાં ચોંટી જાય છે જેના કારણે કબજિયાત વધી પણ શકે છે. તેથી ઇસબગુલ પીધા પછી પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખવું તો જ તેનાથી ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)