હવે બેંક એટીએમની જેમ હેલ્થ એટીએમ ખુલ્યાં! માત્ર 15 મિનિટમાં સંપૂર્ણ બોડી ટેસ્ટ...

ઘણાં લોકો એવા છે કે જેઓ નિયમિતપણે બોડી ચેક અપ કરતાં નથી. તેનું કારણ છે કે ફુલ બોડી ચેક અપ લાંબો સમય માંગે તેવી પ્રક્રિયા છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉપાય મળી ગયો છે. 15 મિનિટમાં જ હેલ્થ ATM દરેક રીપોર્ટને રજૂ કરે છે. જેથી લોકોનો સમય બચે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. 

હવે બેંક એટીએમની જેમ હેલ્થ એટીએમ ખુલ્યાં! માત્ર 15 મિનિટમાં સંપૂર્ણ બોડી ટેસ્ટ...

Health ATM: આજકાલ લોકો કામ, પરિવાર અને અંગત જવાબદારીઓની સંભાળ રાખવામાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શક્તાં નથી. તેઓ પાસે એટલો સમય નથી કે ડોક્ટરની મુલાકાત લેવા ક્લિનિકમાં કલાકો વિતાવે. પરંતુ હવે હેલ્થ ચેકઅપ કરવું ખૂબ જ સરળ બની જશે, લાંબી કતારોમાં ઊભા રહેવાની જરુર નથી. બસ 15 મિનિટમાં જ તમને તમારા સ્વાસ્થ્ય અંગે ખ્યાલ આવી જશે. 

બોડી ચેક-અપ માટે આધુનિક સિસ્ટમ
અભય હેલ્થના મેનેજિંગ ડાયરેક્ટર અપૂર્વ મોદી કહે છે કે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં દર વર્ષે નવા-નવા આવિષ્કાર થતાં રહે છે. ટેક્નોલોજીમાં પ્રગતિ, ખાસ કરીને મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા છે. જ્યારે લોકો તેમના સ્વાસ્થય પ્રત્યે જાગૃક તો થયા છે પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ વધતી જ જાય છે. ટેસ્ટ માટે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવી, નિયમિત ટેસ્ટની અસુવિધા જેવા કારણોને લીધે લોકો સ્વાસ્થ્યને અવગણે છે. 

માત્ર 15 મિનિટમાં દરેક ટેસ્ટ મળશે
એક એવાં મશીનનો આવિષ્કાર થયો છે કે જેનાથી લોકોને ટેસ્ટ કરવામાં સરળતા રહેશે અને અવગણશે નહી. હેલ્થ એટીએમ સિસ્ટમ શરુ કરવામાં આવેલ છે જેના દ્વારા માત્ર 15 મિનિટમાં પૂરાં શરીરના ટેસ્ટ થઈ શકે છે. 15 મિનિટમાં બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, ગ્લૂકોઝ લેવલ અને અન્ય મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય માપદંડોને ચકાસવાની પ્રક્રિયા સંભવ બની છે. દિલ્લી એનસીઆરમાં હેલ્થ એટીએમ લગાવવાનું શરુ કર્યું છે. આ મશીન બેંક એટીએમની જેમ કામ કરે છે. તે સ્વાસ્થ્ય સંબંધી માહિતીઓ આપે છે. અમુક સ્થળો પર તો આ મશીનો મુફ્તમાં પણ ટેસ્ટ કરી આપે છે. 

દિલ્લી સ્ટેશન પર હેલ્થ ATM રાખવામાં આવ્યાં
મેટ્રો સ્ટેશન પર સ્થિત આ સેલ્ફ સર્વિસ કિયોસ્ક યાત્રિઓને તેમના રુટીન દરમિયાન ક્વિક હેલ્થ ટેસ્ટની અનુમતિ આપે છે. આ મશીનોની સુલભતા સુનિશ્ચિત કરે છે કે લોકો હવે વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પોતાના આરોગ્યને જાણી તેને કંટ્રોલ કરી શકે છે. આ હેલ્થ એટીએમ 15 મિનિટમાં સ્વાસ્થ્ય મેટ્રિકના અવલોકન હેઠળ બ્લડ પ્રેશર, ગ્લૂકોઝ લેવલ, હાર્ટરેટ કે ઓક્સિજન સેચ્યુરેશનના ટેસ્ટ દર્શાવે છે. આ પ્રોસેસ ઝડપી રહે છે જેમાં વ્ચક્તિ તેમના આરોગ્યના ડેટા એકત્ર કરી શકે છે. કિયોસ્ક રિઝલ્ટ ટેસ્ટ પ્રમાણે આગળ શું કરવું તેની માહિતી પણ પ્રદાન કરે છે. 

અભય હેલ્થના મેનેજિંગ ડાયરેક્ટરે આ સિસ્ટમને પ્રોત્સાહન આપ્યું
અભય હેલ્થના મેનેજિંગ ડાયરેક્ટર અપૂર્વ મોદીનું કહે છે, "આ ક્વિક ટેસ્ટની ખાસ વાત એ છે કે તે એકદમ સરળ, પ્રભાવી અને એક્ટિવ હેલ્થ સોલ્યુશન આપે છે. જીવનની માત્ર આ 15 મિનિટો સ્વાસ્થ્યને સુધારી શકે છે. આ સિસ્ટમ ફક્ત આરોગ્યની સમસ્યાઓ પર પ્રતિક્રિયા આપવા નહિ પરંતુ એક એવી પ્રણાલીનું નિર્માણ કરે છે જ્યાં સ્વાસ્થ્યની સંભાળ રાખવી રોજિંદા જીવનનો એક ભાગ બની જાય છે. ભારત જેવા વિવિધતાપૂર્ણ અને જીવંત દેશમાં સ્વાસ્થ્ય સેવાની તકલીફોને દૂર કરવા અને સ્વાસ્થ્ય સેવા સુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે." તેમનું કહેવું છે કે આ હેલ્થ એટીએમની લોકપ્રિયતા હજુ પણ વધશે જે ભારતમાં સ્વાસ્થ્ય સેવાને એક નવો આકાર આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news