)
Paneer Phool Benefits: પનીર ડોડી કે જેને પનીરના ફૂલ પણ કહેવાય છે તે એવી ઔષધીય જડીબુટ્ટી છે જે ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક ગણાય છે. પનીરના ફૂલ ખાસ તો ડાયાબિટીસ માટે ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર પનીરના ફૂલ શરીરને સંતુલિત રાખવા પાચન સુધારવા અને રક્ત સાફ કરનાર જડીબુટ્ટી છે.
સૌથી વાત કરીએ ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવાની તો પનીરના ફૂલમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા વધે છે અને સુગર ઝડપથી વધતું નથી. ઘણા લોકો પનીરના ફૂલને પાણીમાં પલાળી સવારે ખાલી પેટ પીવે છે તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ પનીરના ફૂલ પીવાથી પાચનને પણ ફાયદો થાય છે. જેમાં કબજિયાત, ગેસ અને પેટમાં ભારે પણ અનુભવાતું હોય તો પનીરમાં ફુલ ફાયદો કરી શકે છે.
પનીરના ફૂલ બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે, માનવામાં આવે છે કે પનીરના ફૂલનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે તેનાથી હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ પણ ઓછું થાય છે. પનીરની ડોડી એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવે છે તે રક્ત સાફ કરવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. તેનાથી ત્વચા સાફ અને ચમકદાર બને છે. પનીરના ફુલ ખીલ સહિતની ત્વચા સંબંધિત સમસ્યામાં પણ ફાયદાકારક ગણાય છે.
પનીરના ફુલ મહિલાઓ માટે પણ ઉપયોગી જડીબુટ્ટી છે. માસિક ધર્મની અનિયમિતતાને ઠીક કરવામાં પનીરના ફુલ મદદ કરી શકે છે આ સિવાય પિરિયડ દરમિયાન થતા દુખાવા પણ પનીરના ફૂલથી ઓછા થાય છે. પનીરના ફૂલમાં એવા ગુણ હોય છે જે સ્ટ્રેસ ઘટાડી ઊંઘ સુધારવામાં મદદ કરે છે.
લીવરના સ્વાસ્થ્ય માટે પણ પનીરના ફૂલ જાણીતા છે તેમાં એવા તત્વ હોય છે જે લીવરને થતા નુકસાનને અટકાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)