Sprouted Potatoes: લીલા ડાઘવાળા બટેટા અને અંકુરિત બટેટા ખાવા યોગ્ય હોય કે નહીં જાણી લો
Sprouted Potatoes: બટેટા એવું શાક છે જે દરેક ઘરમાં લગભગ રોજ અલગ અલગ રીતે વપરાય છે. ઘણીવાર એવું પણ થાય છે કે બટેટામાં કેટલોક ભાગ લીલો નીકળે અથવા તો ઘરમાં રાખેલા બટેટામાં અંકુર ફુટી જાય. આવા બટેટા ખાવા યોગ્ય હોય છે કે નહીં ચાલો જાણીએ.
Trending Photos
Sprouted Potatoes: બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં સૌથી વધુ થતો હોય છે. તેથી તેનો સ્ટોક પણ વધારે હોય છે દરેક ઘરમાં બીજા બધા શાક થોડી-થોડી માત્રામાં આવે છે પરંતુ બટેટા વધારે પ્રમાણમાં લઈને રાખવામાં આવે છે જેથી તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે કરી શકાય.
પરંતુ ઘણી વખતે એવું થાય છે કે ઘરમાં રાખેલા બટેટા માં અંકુર ફૂટવા લાગે છે. તો વળી કેટલીક વખત જોવા મળે છે કે બટેટાનો કેટલોક ભાગ લીલો થઈ ગયો હોય છે. આ પ્રકારના બટેટા ખાવાલાયક હોય કે નહીં તેવો પ્રશ્ન લોકોના મનમાં હોય છે. તેવામાં એ જાણવું જરૂરી થઈ જાય છે કે જો બટેટામાં અંકુર ફૂટી જાય તો તેનું શું કરવું અને આવા બટેટા ખાવા જોઈએ કે નહીં ?
અંકુરિત બટેટા
આહાર નિષ્ણાંતો અનુસાર બટેટામાં અંકુર ફૂટવાનો અર્થ છે કે બટેટામાં છોડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન બટેટામાં ગ્લાઇકોએલ્કનોઈડ નામનું ઝેરી તત્વ વધવા લાગે છે. આ તત્વ બટેટાને કીડા પડવાથી અને ફૂગ લાગવાથી બચાવે છે. અંકુરિત બટેટામાં સોલનીન નામનું તત્વ પણ હોય છે. બટેટામાં આ બે તત્વ અંકુરિત થવાની પ્રક્રિયા દરમિયાન વધી જતા હોય છે તેથી આવા બટેટા ખાવા શરીર માટે નુકસાનકારક છે.
બટેટાનો રંગ લીલો ક્યારે થાય ?
એક રિપોર્ટ અનુસાર જ્યારે અંકુરિત બટેટામાં ગ્લાઇકોએલ્કનોઈડ તત્વો વધવા લાગે છે તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે. બટેટામાં આ તત્વ વધી રહ્યું છે તેની ઓળખ હોય છે બટેટાનો રંગ લીલો થવો. બટેટુ જો કોઈ કોઈ જગ્યાએથી લીલા રંગનું થતું હોય તો સમજી લેવું કે તેમાં ઝેરી તત્વ વધી રહ્યું છે. આવું બટેટુ ખાવાથી ઉલટીઓ થઈ શકે છે. તેથી બટેટા ખરીદી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે લીલા રંગનું બટેટુ ન ખરીદો.
અંકુરિત બટેટું ખાઈ શકાય?
હેલ્થ એક્સપર્ટ અનુસાર અંકુરિત બટેટા ખાવા યોગ્ય હોતા નથી તેથી તેનો નિકાલ કરવો જ એકમાત્ર રસ્તો છે. અંકુરિત બટેટામાંથી તમે ઉપરનો ભાગ કાપીને દૂર કરો અથવા તો લીલો રંગ દૂર કરો તો પણ બટેટામાં રહેલું ઝેરી તત્વ તેમાં રહે જ છે. તેથી આ બટેટાનો ઉપયોગ કરવો હાનિકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે