Protein Deficiency Symptoms: શરીર માટે જરૂરી પોષકતત્વોમાંથી એક પ્રોટીન છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ભારતીય મહિલાઓ પુરુષોની સરખામણીમાં ઓછું પ્રોટીન લે છે. જેના કરાણે તેમનામાં પ્રોટીનની ઊણપ રહે છે. આ ઊણપના કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે.
)
Protein Deficiency Symptoms: શરીરને સ્વસ્થ રહેવા માટે અને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સની નિશ્ચિત માત્રામાં નિયમિત રીતે જરૂર હોય છે. પ્રોટીન શરીર માટે સૌથી મહત્વપૂર્ણ તત્વ હોય છે. શરીરમાં જતી કુલ કેલરીના ઓછામાં ઓછા 10% અને વધુમાં વધુ 35% જેટલું પ્રોટીન શરીરને જોઈએ. પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થ પર્યાપ્ત માત્રામાં ન લેવામાં આવે તો શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે.
એક અધ્યયન અનુસાર ભારતીય મહિલાઓ પુરુષોની સરખામણીમાં 13% ઓછું પ્રોટીન લેતી હોય છે. પ્રોટીન ઓછું લેવાના કારણે તેમનું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે, ઉર્જાનું સ્તર અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે. સાથે જ તેમનામાં મૂડ સ્વિંગ જોવા મળે છે. આ લક્ષણોને પ્રોટીનની ખામીના સંકેત તરીકે જોવામાં આવે છે.
પ્રોટીનની ખામીના અન્ય લક્ષણો
વારંવાર ભૂખ લાગવી
હેલ્થ એક્સપર્ટ અનુસાર શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો સૌથી પહેલું સંકેત છે વારંવાર ભૂખ લાગવી. ઘણીવાર ભોજન કર્યા પછી તુરંત પણ ભૂખ લાગે છે. પ્રોટીન પેટમાં ભાર હોવાનો અનુભવ કરાવે છે જ્યારે શરીરમાં પ્રોટીન ન હોય ત્યારે વારંવાર ભૂખ લાગે છે.
ઇજા રુજાવવામાં સમય લાગે
જો શરીરમાં પ્રોટીન ઓછું હોય તો નાની મોટી કોઈ પણ ઈજા થાય તો તેને રૂઝાવવામાં સમય લાગે છે. કારણ કે પ્રોટીન શરીરના વિકાસ અને ડેમેજ રીપેર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમનામાં પ્રોટીનની ઉણપ હોય તેમને ઈજા થાય તો તે ઠીક થવામાં વધારે સમય માંગી લે છે.
વાળ ખરવા
જો કોઈના વાળ હદ કરતા વધારે ખરતા હોય અને તેનું સ્પષ્ટ કારણ ન હોય તો તે પ્રોટીનની ઉણપના કારણે હોઈ શકે છે.. પ્રોટીન વાળના વિકાસ અને રીપેરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન હોય તો વાળ ખરે છે.
પ્રોટીનના શ્રેષ્ઠ સોર્સ
શાકાહારી લોકો માટે પ્રોટીન માટે સૌથી સારો સોર્સ દાળ, દૂધ, પનીર, કઠોળ, સોયાબીન, મગફળી, સુકામેવા, પીનટ બટર અને ચોખા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)