ગુજરાતી ન્યૂઝHealthRed Eyes: સવારે જાગો ત્યારે આંખ લાલ હોવી આ બીમારીનું શરુઆતી લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Red Eyes: સવારે જાગો ત્યારે આંખ લાલ હોવી આ બીમારીનું શરુઆતી લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Red Eyes In Morning: જ્યારે શરીરમાં બીમારી વધતી હોય તો તેને સંબંધિત કેટલાક લક્ષણો શરુઆતમાં જોવા મળે છે. જેમાં કેટલીક બીમારીઓમાં સવારના સમયે આંખ લાલ દેખાવા લાગે છે. સવારે જાગો ત્યારે આંખ લાલ દેખાતી હોય તો તેને ઈગ્નોર ન કરો.
 

Red Eyes: સવારે જાગો ત્યારે આંખ લાલ હોવી આ બીમારીનું શરુઆતી લક્ષણ, ઈગ્નોર કરવાની ભુલ ન કરવી

Red Eyes In Morning: સવારે જાગો ત્યારે આંખ લાલ કે સોજેલી દેખાતી હોય તો આ વાત સામાન્ય નથી. શરીરનું સૌથી નાજુક અંગ આંખ હોય છે. આપણું શરીર સ્વસ્થ છે કે નહીં તેની જાણકારી પણ આંખ દ્વારા મળે છે. ઘણા લોકો સવારે જાગે ત્યારે તેમની આંખ લાલ હોય છે. આ સમસ્યા શરીરમાં વધતી ગંભીર બીમારીનું શરુઆતી લક્ષણ પણ હોય શકે છે. તેથી સવારે આંખ લાલ રહેતી હોય તો તેને ઈગ્નોર ન કરો. તે 5 સંભવિત બીમારીનું લક્ષણ હોય શકે છે.

Add Zee News as a Preferred Source

એલર્જી 

સવારે આંખ લાલ દેખાવી તે એલર્જીના કારણે પણ હોય શકે છે. વાતાવરણના કારણે કે પછી એલર્જિક રિએકશનના કારણે આંખ લાલ થઈ જાય છે અને સોજી પણ જાય છે. જો તમને વારંવાર આ સમસ્યા થાય તો એલર્જી ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 

પિંક આઈ

કંન્જક્ટિવાઈટિસ એક ચેપી રોગ છે. જે બેક્ટેરિયા, વાયરસના કારણે થાય છે. આ બીમારીમાં આંખ લાલ થઈ જાય છે, તેમાંથી ચીકણઉં પાણી નીકળે છે. બળતરા થાય છે. આ રોગ ચેપી છે જે બીજાને ઝડપથી લાગુ પડે છે. તેથી આ લક્ષણને ઈગ્નોર કરવું નહીં અને ડોક્ટરને તુરંત દેખાડવું.

ડ્રાય આઈ સિંડ્રોમ

સ્ક્રીન ટાઈમ વધારે હોય તે લોકોને આ સમસ્યા થાય છે. વધારે સ્ક્રીન ટાઈમના કારણે આંખ સુકાઈ જાય છે. જેના કારણે સવારે જાગો ત્યારે આંખ લાલ દેખાય છે અને બળતરા પણ અનુભવાય છે. 

ઓછી ઊંઘ

ઊંઘ બરાબર થતી ન હોય, સ્ટ્રેસ રહેતો હોય તો પણ સવારે આંખ લાલ થઈ જાય છે. ઓછી ઊંઘના કારણે આંખના સ્નાયૂ થાકી જાય છે અને નસો સુકાઈ જાય છે. તેથી નિયમિત 7 થી 8 કલાક ઊંઘ કરવી જોઈએ.

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા

ગ્લૂકોમા, યૂવાઈટિસ, થાયરોઈડ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યામાં પણ આંખ લાલ દેખાય છે. જો આંખ સવારે લાલ રહેતી હોય, દુખાવો થતો હોય તે ધુંધળુ દેખાતું હોય તો તુરંત આઈ સ્પેશ્યાલિસ્ટને દેખાડવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news