Healthy Drinks: સવારે ચા ને બદલે પી શકાય એવા 5 હેલ્ધી ડ્રિંક્સ, આ વસ્તુઓ આખો દિવસ શરીરને આપશે ઠંડક

Healthy Summer Drinks: ગરમીના દિવસોમાં સવારે ચા ને બદલે હેલ્ધી અને શરીરને ઠંડક કરતી વસ્તુઓ પીવી જોઈએ. આજે તમને ચા ના હેલ્ધી વિકલ્પ કયા કયા છે તે જણાવીએ. આ વસ્તુથી દિવસની શરુઆત કરશો તો આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે.
 

Healthy Drinks: સવારે ચા ને બદલે પી શકાય એવા 5 હેલ્ધી ડ્રિંક્સ, આ વસ્તુઓ આખો દિવસ શરીરને આપશે ઠંડક

Healthy Summer Drinks: ઉનાળામાં એવી વસ્તુઓ ખાવી પીવી જોઈએ જે શરીરને ઠંડક કરે. મોટાભાગના લોકો દિવસની શરુઆત ચા પીને કરે છે પરંતુ સવારે ખાલી પેટ ચા પીવાને બદલે ગરમીના દિવસોમાં હેલ્ધી વસ્તુઓ લેવી જોઈએ. સવારે ચા પીવાથી બોડી ડિહાઈડ્રેટ થાય છે અને બીમારી પણ વધે છે. પરંતુ જો તમે આ વસ્તુઓ સાથે દિવસની શરુઆત કરો છો તો તેનાથી શરીરને ઠંડક મળશે અને સાથે જ એનર્જી પણ જળવાઈ રહેશે.

લીંબુ પાણી

દિવસની શરુઆત લીંબુ પાણી પી ને કરી શકો છો. લીંબુ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે. હુંફાળા પાણીમાં લીંબુ, મધ મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. 

નાળિયેર પાણી

નાળિયેર પાણી પણ તમે પી શકો છો. નાળિયેર પાણી ઈલેક્ટ્રોલાઈટથી ભરપુર હોય છે. જે શરીરને હાઈડ્રેટ રાખે છે અને શરીરનો થાક પણ દુર કરે છે. તે સ્કિન માટે પણ ફાયદાકારક છે. 

સત્તુ ડ્રિંક

રોજ સવારે તમે સત્તુ પી ને દિવસની શરુઆત કરી શકો છો. સત્તુ પીવાથી શરીરને ઠંડક મળે છે. ગરમીના દિવસો માટે સત્તૂ સુપરફુડ છે. સત્તુમાં સંચળ, લીંબુ અને પાણી ઉમેરીને ટેસ્ટી ડ્રિંક બનાવી શકાય છે. 

હર્બલ ટી

ચા ને બદલે તમે સવારે હર્બલ ટી પણ પી શકો છો. આ સૌથી બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં તુલસી, આદુ, ફુદીનો ઉમેરી બરાબર ઉકાળો અને પછી તેને સવારના સમયે પી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news